ETV Bharat / entertainment

Hanuman Movie Collection : 'હનુમાન'ની હેટ્રિક, મહેશ બાબુની 'ગુંટુર કરમ'ને ત્રીજી વખત પછાડી, જાણો બંને ફિલ્મોનું કલેક્શન - undefined

તેજા સજ્જાની સુપરહીરો ફિલ્મ 'હનુમાન' એ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની એક્શન ફિલ્મ 'ગુંટુર કરમ'ને બોક્સ ઓફિસ પર દિવસની કમાણીમાં ત્રીજી વખત માત આપી છે. જાણો બંને ફિલ્મોએ કેટલી કમાણી કરી છે...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 10:48 PM IST

હૈદરાબાદઃ સાઉથ સિનેમામાંથી રિલીઝ થયેલી સુપરહીરો ફિલ્મ હનુમાન આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. પ્રશાંત વર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'હનુમાન' પોતાની રજૂઆતથી દર્શકોને આકર્ષી રહી છે. દર્શકો દિલ ખોલીને ફિલ્મની કહાની અને વીએફએક્સનો આનંદ લઈ રહ્યા છે. આ જ કારણ છે કે માત્ર 20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 4 દિવસમાં જ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હનુમાન ફિલ્મ સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ગુંટુર કરમની સાથે મકરસંક્રાંતિના અવસર પર રિલીઝ થઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી હનુમાન ગુંટુર કરમને રોજની કમાણીમાં ખૂબ પાછળ છોડી રહી છે. આ ટ્રેન્ડ પાંચમા દિવસની કમાણીથી શરૂ થયો હતો અને સાતમા દિવસે પણ ચાલુ રહ્યો છે.

ગુંટુર કરમ 200 કરોડની કમાણી કર્યા પછી પણ હનુમાનથી પાછળ : ગુંટુર કરમ અને હનુમાને 18 જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર એક સપ્તાહ પૂર્ણ કર્યું હતું. એક અઠવાડિયામાં મહેશ બાબુની ફિલ્મે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયા અને હનુમાન 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ગઈકાલે (7મા દિવસે), ગુંટુર કરમે ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂપિયા 100 કરોડના આંકડાને સ્પર્શ કર્યો હતો, જ્યારે હવે હનુમાન ઘરેલુ કલેક્શનમાં રૂપિયા 100 કરોડના આંકડાથી દૂર છે.

7મા દિવસની બંનેની કમાણી જાણો : હનુમાનના સાતમા દિવસના કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે ભારતમાં 9.45 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જ્યારે ગુંટુર કરમે 7મા દિવસે માત્ર 4.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હનુમાનનું ઘરેલુ કલેક્શન 90 કરોડ સુધી પહોંચી ગયું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હનુમાન જે રીતે ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે, આઠમા દિવસની કમાણી સાથે, હનુમાન ઘરેલુ બૉક્સમાં 100 કરોડના આંકડાને સરળતાથી સ્પર્શ કરી શકે છે. હનુમાનનું વિશ્વભરમાં કલેક્શન 130 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આઠમા દિવસની કમાણી વિશે જાણો : જો આપણે આઠમા દિવસે હનુમાનની અંદાજિત કમાણી પર નજર કરીએ, તો તે 10 થી 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અહી ગુંટુર કરમ આઠમા દિવસની કમાણીમા પણ હનુમાન કરતા પાછળ જોવા મળે છે. આઠમા દિવસે ગુંટુર કરમની અંદાજિત કમાણી માત્ર 4 થી 5 કરોડ રૂપિયા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.