હૈદરાબાદ : લોસ એન્જલસના બેવર્લી હિલ્ટન ખાતે 82 મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ શરૂ થયો છે. ફિલ્મ અને ટેલિવિઝનમાં સન્માન મેળવવા માટે પ્રખ્યાત, વિશ્વભરની હસ્તીઓએ આ ઇવેન્ટમાં હાજરી આપી છે. રવિવારના રોજ ગોલ્ડન ગ્લોબ્સના રેડ કાર્પેટ પર એરિયાના ગ્રાન્ડે, એડ્રિયન બ્રોડી અને એન્જેલિના જોલી સહિત વિશ્વભરની હસ્તીઓએ ગ્લેમરનો જાદુ પાથર્યો હતો.
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2025 : ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2025ના હોસ્ટ કોમેડિયન નિક્કી ગ્લેસરે સત્તાવાર રીતે આ વર્ષની પ્રતિષ્ઠિત એવોર્ડ સીઝનની શરૂઆત કરી હતી. અહીં એન્જેલીના જોલી, એરિયાના ગ્રાન્ડે અને કોલમેન ડોમિંગો સહિત હોલીવુડની અનેક હસ્તીઓ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. બીજી તરફ પાયલ કાપડિયા રેડ કાર્પેટ પર કસ્ટમાઇઝ્ડ બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ તેના વાળ મેસી બનમાં બાંધ્યા હતા. પાયલે હોલીવુડના સૌથી મોટા સ્ટેજમાંના એક પર ભારતનું પ્રતિનિધિત્વ કરતા ગર્વ સાથે પોઝ આપ્યો હતો.
Go get the ‘globe’ girl. #PayalKapadia#GoldenGlobes pic.twitter.com/cxuOi3kG9w
— Devansh Patel (@PatelDevansh) January 6, 2025
'ઓલ વી ઈમેજીન એઝ લાઈટ' છવાઈ : ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2025 ભારતીય સિનેમા માટે એક ખાસ ક્ષણ છે, જેમાં ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ અને તેના નિર્દેશક પાયલ કાપડિયાને ઓળખ મળી છે. પાયલ કાપડિયા તેની ફિલ્મ 'ઓલ વી ઈમેજીન એઝ લાઈટ'થી ઘણી નામના મેળવી હતી. પાયલ કાપડિયાની ફિલ્મને ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ્સની બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે, પ્રથમ બેસ્ટ ડાયરેક્ટ અને બીજું નોન-ઈન્ગિસ લેંગ્વેજ બેસ્ટ મોશન પિક્ચર. તેણે 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રિક્સ ટાઇટલ જીત્યું છે.
પ્રી-ઇવેન્ટ ગોલ્ડન ગાલા : 82 મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનું CBS અને પેરામાઉન્ટ+ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ, જ્યારે ભારતમાં તે 6 જાન્યુઆરી સાંજે 6:30 PM પર લાયન્સગેટ પ્લે દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. આ વર્ષના ગોલ્ડન ગ્લોબ્સમાં એન્ડ્રુ ગારફિલ્ડ, મિશેલ યોહ, જેનિફર કૂલીજ, ડ્વેન જોન્સન અને ગેલ ગેડોટ જેવી ઘણી પ્રખ્યાત હોલીવુડ હસ્તીઓએ હાજરી આપી છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં ગોલ્ડન ગાલા તરીકે ઓળખાતી પ્રી-ઇવેન્ટ સમારંભનો પણ સમાવેશ થાય છે, જ્યાં બે આઈકોનીક એવોર્ડ આપવામાં આવ્યા હતા.