ETV Bharat / entertainment

'દો પત્તી' નું થ્રિલર ટ્રેલર : બે બહેનોના 'મહાભારત' માં ફસાઈ કાજોલ, ડબલ રોલમાં કૃતિનો દબદબો - DO PATTI TRAILER

કાજલ અને કૃતિ સેનન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ દો પત્તીનું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં કૃતિ સેનન ડબલ રોલમાં જોવા મળી છે. Do Patti Trailer

'દો પત્તી' નું થ્રિલર ટ્રેલર
'દો પત્તી' નું થ્રિલર ટ્રેલર (Netflix Youtube)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2024, 3:30 PM IST

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ દો પત્તીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ કનિકા ધિલ્લોન દ્વારા બનાવવામાં આવી છે, જેમણે હસીન દિલરુબા જેવી થ્રિલર ફિલ્મો બનાવી છે. જેમાં શાહીર શેખ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે કૃતિએ ડબલ રોલમાં આવીને મજા કરાવી દીધી છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.

નેટફ્લિક્સ થ્રિલર "દો પત્તી" : શશાંક ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત અને કનિકા ધિલ્લોન દ્વારા લખવામાં આવેલી આ ફિલ્મમાં કાજલ એક પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં છે. કાજલે પહેલીવાર કોઈ ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવી છે. કૃતિ સેનને ડબલ રોલમાં જોડિયા બહેનોની ભૂમિકા ભજવી છે, શાહીર શેખને તેમની સામે કાસ્ટ કરવામાં આવ્યા છે. આ નેટફ્લિક્સ થ્રિલરને કનિકા ધિલ્લોનની કથા પિક્ચર્સ અને કૃતિ સેનનની બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે.

બે બહેનો વચ્ચે ફસાઈ કાજલ : આ રસપ્રદ વાર્તા દેવીપુરના કાલ્પનિક પહાડી નગરમાં શરુ થાય છે. જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર વિદ્યા જ્યોતિ (કાજોલ) સૌમ્યા (ક્રિતી સેનન) અને તેના પતિ ધ્રુવ સૂદ (શાહીર શેખ) સાથે સંકળાયેલી વિચલિત ઘટનાઓને ઉકેલવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ટ્રેલર અદ્ભુત છે, જેમાં કાજોલ એક હત્યાનું રહસ્ય ઉકેલતી જોવા મળે છે.

9 વર્ષ પછી સાથે દેખાશે કાજોલ-કૃતિ : કાજોલ અને કૃતિએ 2015ની દિલવાલેમાં સાથે કામ કર્યું હતું, જેના નવ વર્ષ પછી આ હાઈ-સ્ટેક ડ્રામા સાથે બંને ફરી એક સાથે નજર આવશે. ટ્રેલરમાં કૃતિની ડબલ ભૂમિકાએ દરેકનું દિલ જીતી લીધું, કારણ કે તેણે બે અલગ-અલગ વ્યક્તિત્વ સાથે પાત્રો ભજવ્યા છે. ફિલ્મની લેખક અને નિર્માતા કનિકા ધિલ્લોન કહે છે, 'દો પત્તી મારા દિલની ખૂબ નજીક છે. બે પાવરહાઉસ કલાકારો - કૃતિ અને કાજોલ સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો.

  1. કાર્તિકની 'ભૂલ ભુલૈયા 3'ના ટ્રેલરે તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં આટલા વ્યૂઝ મળ્યા
  2. 'રામ' બનીને 'સીતા'ને બચાવવા નીકળ્યા 'બાજીરાવ સિંઘમ', જુઓ 'સિંઘમ અગેન'નું ટ્રેલર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.