હૈદરાબાદ: સેલિબ્રિટી દંપતી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્નની આઠમી વર્ષગાંઠની ઉજવણી જ્યારે તેઓ યુરોપમાં રજાઓ માણી રહ્યા હતા ત્યારે એક દુ:ખદ ઘટના ઘટી હતી. ઈટાલીના સુંદર શહેર ફ્લોરેન્સની મુલાકાત લેતી વખતે દંપતી ચોરીનો શિકાર બન્યું હતું અને તેમના પાસપોર્ટ, મહત્વના દસ્તાવેજો અને લગભગ 10 લાખ રૂપિયાની રોકડ ગુમાવી હતી. જ્યારે હવે તેઓ યુરોપના મુશ્કેલ પ્રવાસ પછી ભારત પાછા ફર્યા છે.
Divyanka Tripathi and Vivek Dahiya Back In India After A Difficult Europe Trip Where They Were Robbed Of Almost Everything pic.twitter.com/ALM3oVd8Xd
— BollyHungama (@Bollyhungama) July 16, 2024
જાણો સમગ્ર મામલો: દુર્ભાગ્યપૂર્ણ ઘટના ત્યારે બની જ્યારે દંપતીએ તેમની કાર સુરક્ષિત જગ્યાએ પાર્ક કરી હતી, પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમને કારની બારીઓના કાચ તૂટેલા અને તેમનો સામાન ચોરાયેલો જોવા મળ્યો હતો. વિવેક દહિયાએ ઈન્સ્ટાગ્રામ પર ઘટના બાદ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તૂટેલા કાચ અને ખાલી કારનું ઈન્ટિરિયર જોવા મળે છે. ક્લિપમાં, તેણે ખુલાસો કરીને પોતાનો આઘાત અને નિરાશા વ્યક્ત કરી હતી કે હોટલના સ્ટાફને કારમાં તેની કિંમતી વસ્તુઓની જાણ હતી, તેમ છતાં તેઓ ચોરી રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
કોણ છે દિવ્યાંકા ત્રિપાઠી: દિવ્યાંકાએ ટેલિવિઝન ઇન્ડ્સ્ટ્રીની સફળ અભિનેત્રી છે. જો તેના કરિયરની વાત કરીએ તો તે 'યે હૈ મોહબ્બતેં' અને 'બનું મેં તેરી દુલ્હન' જેવા જાણીતા ટીવી શો કર્યા છે. વિવેક દહિયા 2013માં 'યે હૈ આશિકી'થી ટેલિવિઝન ઇન્ડ્સ્ટ્રી ડેબ્યું કર્યું હતું. તેણે 2016માં દિવ્યાંકા ત્રિપાઠી સાથે લગ્ન કર્યા હતા. આ શોના સેટ પર બંને પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો.