હૈદરાબાદ: ફિલ્મ ડિરેક્ટર સાજિદ નડિયાદવાળાએ તેની ફિલ્મ કિક 2 ની ઑફિશિયલ જાહેરાત કરી છે. આ જાહેરાત 4 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. અહીં મહત્વની વાત એ છે કે, નિર્માતાઓએ સલમાન ખાનનો ફિલ્મનો ફર્સ્ટ લુક પણ બહાર પડ્યો છે. આ લુક તેમણે સોસિયલ મીડિયા દ્વારા લોકો સાથે શેર કર્યો છે.
સલમાન ખાનની ફોટો: 4 ઓક્ટોબરના રોજ સાજિદ નડિયાદવાળાએ તેમના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સલમાન ખાનની ફોટો શેર કરી છે. આ પોસ્ટ શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું કે, 'કિક 2 માટેનું સિકંદરનું ફોટોશૂટ અદ્ભુત હતું.'
આઇકોનિક બેકપોઝ: 'કિક 2' માટેનો સલમાન ખાનનો ફર્સ્ટ લૂક જાહેર થતાં જ ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. એક પ્રશંસકે લખ્યું હતું કે, 'એલેક્ઝાન્ડર પછી ડેવિલ'. અન્ય એક ચાહકે લખ્યું, 'આઇકોનિક બેકપોઝ'. અન્ય એક ચાહકે લખ્યું કે, 'અસલ શો હવે શરૂ થવાનો છે, કારણ કે હવે ડેવિલ આવવાનો છે', અન્ય ચાહકોએ પોસ્ટના ટિપ્પણી વિભાગને ફાયર ઇમોજીસથી ભરી દીધા.
ફિલ્મ 'કિક'ની સિક્વલ: તમને જણાવી દઈએ કે, 'કિક 2' સલમાન ખાનની 2014માં આવેલી ફિલ્મ 'કિક'ની સિક્વલ છે. 'કિક' નડિયાદવાલાની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. સલમાન ખાનની એક્શન ફિલ્મ ચાહકો અને દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મે 200 કરોડનો આંકડો સ્પર્શ કર્યો અને આ સાથે તે વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક સાબિત થઈ.
કાજલ અગ્રવાલ મહત્વની ભૂમિકામાં: આ દિવસોમાં સલમાન ખાન એઆર મુરુગાદોસની ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે, એઆર મુરુગાદોસની ફિલ્મમાં કાજલ અગ્રવાલ મહત્વની ભૂમિકામાં છે. સિકંદર ઈદ 2025 પર રિલીઝ માટે તૈયાર છે.
આ પણ વાંચો: