હૈદરાબાદ: આ વર્ષે ઇદ પર અજય દેવગણની મેદાન અને અક્ષય કુમારની એક્શનર બડે મિયાં છોટે મિયાં વચ્ચે ,બોક્સ ઓફિસ પર ટાઇટેનિક યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી હતી. બન્નેની શૈલીઓમાં ઘણો તફાવત હોવા છતા આ ટોચના કલાકારો વચ્ચે સ્પર્ધા થઇ હતી. જોકે આમાથી કોઇ પણ મોટી ઓડીયન્સને ખેચી શકયા નહોતા.અને સોમવારના દિવસે આ ફિલ્મો એ તેમના પ્રથમ લિટમસ ટેસ્ટનો સામનો કર્યો હોવાથી નીચે ગઈ હતી.
જ્યારે BMCM બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હોવા છતા બધા કરતા એ આગળ હતી.ફિલ્મ રિલીઝના પાંચમા દિવસે, તેણે બોક્સ ઓફિસ પર રૂ. 2.50 કરોડની કમાણી કરી હતી.જે અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી છે. થિયેટરોમાં પ્રથમ પાંચ દિવસમાં, બડે મિયાં છોટે મિયાંએ કુલ રૂ. 43.30 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે.
આ ફિલ્મમાં અક્ષય અને ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મમાં માનુષી છિલ્લર, પૃથ્વીરાજ સુકુમારન, અલાયા એફ અને સોનાક્ષી સિંહા છે. અને આ ફિલ્મ એક્શનર અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી છે.અને 11 એપ્રીલના રોજ અજય દેવગણની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા 'મેદાન' થિયેટરોમાં રિલીઝ થઇ હતી.અજય દેવગણ અભિનીત મેદાન, તે ફિલ્મોમાંની એક છે. જેને લોકોએ વખાણી છે પરંતુ થિયેટરોમાં તે મોટું કલેકશન બનાવવામાં નિષ્ફળ રહી હતી.
અજય દેવગણની 'મેદાન' બોક્સ ઓફિસ પર સારી આવક નથી કરી રહી અને તેમાં તિવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.આ ફિલ્મ તેનો સોમવારે લિટમસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ ગઇ હતી. તેની રિલીઝના પાંચમા દિવસે પેઇડ પ્રિવ્યૂનો સમાવેશ થયો નથી.આ ફિલ્મ અત્યાર સુધીમાં કુલ રુ 25 કરોડનો આકડો પણ પાર કરી શકી નથી. Sacnilk દ્વારા જણાવવામાં આવેલા પ્રારંભિક અંદાજાઓ પ્રમાણે બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા 'મેદાન' ફિલ્મના પાંચમાં દિવસે તેની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.તેની કમાણી રૂ. 1.50 કરોડ થઇ હતી. કુલ રૂ. 23.50 કરોડ સુઘી થઇ હતી. આ ફિલ્મની સોમવારની રિસીપ્ટમાં પાછલા દિવસની સરખામણીએ લગભગ 76% નો ઘટાડો જોવા મળ્યો હતો.
'મેદાન' ફિલ્મને ટકી રહેવા માટે અઠવાડિયા દરમિયાન ઉપાડવાની જરૂર પડી શકે છે નહિંતર અઠવાડીયાના અંતે સળગી શકે છે. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ તે સૈયદ અબ્દુલ રહીમના જીવનની બાયોપિક છે, જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે, સૈયદ અબ્દુલ રહીમને ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના સૌથી સફળ કોચ તરીકે ગણવામાં આવે છે અને તેઓએ એશિયન ગેમ્સમાં ભારતને બે ગોલ્ડ મેડલ જીતવામાં મદદ કરી છે. બોની કપૂર આ ફિલ્મના નિર્માતા છે, જેમાં પ્રિયમણી અને ગજરાજ રાવ શામિલ છે.