ETV Bharat / entertainment

લાલ સાડી, ડરામણી આંખો, અક્ષય કુમારની આ ફિલ્મ 'સ્ત્રી 2'ને આપશે ટક્કર, જન્મદિવસ પર કરશે ખાસ જાહેરાત - Akshay Kumar new film - AKSHAY KUMAR NEW FILM

અક્ષય કુમાર અને પ્રિયદર્શન ફિલ્મ 'ખટ્ટા મીઠા'ના 14 વર્ષ પછી એક હોરર-કોમેડી માટે સાથે આવી રહ્યા છે. અક્ષયે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર મોશન પોસ્ટર શેર કરીને ચાહકોમાં ઉત્સાહ વધાર્યો છે. મોશન પોસ્ટર શેર કરતી વખતે, અક્ષયે તેના જન્મદિવસ પર એક ખાસ ફિલ્મની જાહેરાત કરવાનો સંકેત આપ્યો છે. Akshay Kumar new film

અક્ષય કુમારની આ ફિલ્મ 'સ્ત્રી 2'ને આપશે ટક્કર, જન્મદિવસ પર કરશે ખાસ જાહેરાત
અક્ષય કુમારની આ ફિલ્મ 'સ્ત્રી 2'ને આપશે ટક્કર, જન્મદિવસ પર કરશે ખાસ જાહેરાત (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2024, 5:53 PM IST

મુંબઈઃ બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે શનિવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે તેના 57માં જન્મદિવસ પર તેની નવી ફિલ્મની જાહેરાત કરવાનો ઈશારો કર્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર મોશન પોસ્ટર શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. પોસ્ટર શેર કરતી વખતે અક્ષયે કેપ્શન લખ્યું છે - 'ગણપતિ બાપ્પા મોર્યા! કોઈ ખાસ વાતની જાહેરાત કરવા માટે આજથી સારો દિવસ કયો હોઈ શકે. તમને કંઈક ખાસ મળવાનું છે પણ તે મારા જન્મદિવસે જાહેર થશે. જોતા રહો.'

અક્ષયના જન્મદિવસ પર એક ખાસ જાહેરાત થશે: અક્ષયે કથિત રીતે ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન સાથે મળીને એક હોરર-કોમેડી ફિલ્મ બનાવી છે અને તેની ઘોષણા તેના જન્મદિવસ એટલે કે 9મી સપ્ટેમ્બરે થવાની અપેક્ષા છે. બંનેએ 14 વર્ષ પહેલા ફિલ્મ ખટ્ટા-મીઠામાં સાથે કામ કર્યું હતું. જો કે આ નવી હોરર-કોમેડી વિશે હજુ સુધી ઘણી વિગતો બહાર આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે, આ ફિલ્મ બ્લેક મેજિક વિશે હશે અને અક્ષય તેમાં ત્રણ અભિનેત્રીઓ સાથે કામ કરશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની આશા છે.

આ અભિનેત્રીઓ બનશે ફિલ્મનો હિસ્સો! ગુજરાતમાં થશે શૂટિંગ! તમને જણાવી દઈએ કે, ફિલ્મના મુખ્ય ભાગોનું શૂટિંગ હૈદરાબાદ, કેરળ, શ્રીલંકાના જંગલમાં થશે. જ્યારે તેનું છેલ્લું શેડ્યૂલ આવતા વર્ષે ગુજરાતમાં થશે. મોશન પોસ્ટરમાં અક્ષયના પાત્ર વિશેની માહિતી બહાર આવે તેવી શક્યતા છે. ફિલ્મની ટીમ હજુ બાકીની કાસ્ટિંગને ફાઈનલ કરી રહી છે. સમાચાર મુજબ આ ફિલ્મમાં કિયારા અડવાણી, કીર્તિ સુરેશ અને આલિયા ભટ્ટ સાથે કામ કરી શકે છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અક્ષયની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ખેલ ખેલ મે' હતી, જેમાં વાણી કપૂર, તાપસી પન્નુ, ફરદીન ખાન જેવા કલાકારોએ તેની સાથે કામ કર્યું હતું. અક્ષયે શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ સ્ત્રી 2 માં પણ એક કેમિયો કર્યો હતો.

આ પણ વાંચો:

  1. ગણેશ ચતુર્થી પર 'કુબેર'ના મેકર્સે આપી જોરદાર ગિફ્ટ, નવા પોસ્ટરમાં જોવા મળ્યો ધનુષ-નાગાર્જુનનો ઇંટેંસ લુક - Kubera Poster out
  2. અનંત અંબાણીએ 'લાલબાગ ચા રાજા' ને 20 કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો, જાણો કેટલી કિંમત ? - Ganesh Chaturthi 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.