સુરત : છેલ્લા ઘણા સમયથી સુરતમાં તૈયાર લેબ ગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. લેબ્રોનના અનેક યુનિટ પણ સુરતમાં કાર્યરત થયા છે. આ વચ્ચે ફ્રાન્સ સરકારનાં નાણાં મંત્રાલયે ખાણોમાંથી નીકળતા નેચરલ ડાયમંડને પ્રમોટ કરવા લેબગ્રોન ડાયમંડને હીરા તરીકે માન્યતા આપવા ઈન્કાર કરી દીધો છે. એન્ટવર્પ – વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સિસ ( WFDB ) બિનકુદરતી હીરા માટે સિન્થેટીક સિવાયની તમામ પરિભાષાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય લીધો છે. તેની સીધી અસર હવે સુરતના લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ પર પડશે.
કુદરતી રફ હીરાને જ હીરાની વ્યાખ્યામાં ગણશે ફ્રાન્સમાં હવે ખાણોમાંથી નીકળતા કુદરતી ડાયમંડને જ ડાયમંડની વ્યાખ્યામાં ગણવામાં આવશે. એલજીડીનો ( લેબગ્રોન ડાયમંડ) સિન્થેટિક ગુડ્સ તરીકે ઉલ્લેખ કરાશે. સરકારના નાણાં મંત્રાલય ખાણોમાંથી નીકળતા નેચરલ ડાયમંડને પ્રમોટ કરવા માટે લેબગ્રોન ડાયમંડને હીરા તરીકે માન્યતા આપવાની ના પાડી દીધી છે એટલે હવે લેબમાં તૈયાર કરવામાં આવતા લેબ્રોન ડાયમંડ માટે હીરા શબ્દનો ઉપયોગ ફ્રાન્સમાં કાયદેસર રહેશે નહીં. ફ્રાન્સની સરકાર લેબગ્રોન ડાયમંડ કરતા કુદરતી હીરાના વેપારને વિશ્વસનીય માને છે. ખાણોમાંથી નીકળતા કુદરતી રફ હીરાને જ હીરાની વ્યાખ્યામાં ગણે છે.
આર્ટ વર્ક ગણવામાં આવશે મેન મેડ પ્રોડક્ટને સિન્થેટિક આર્ટવર્ક ગણવામાં આવશે. જેથી હવે ફ્રાન્સમાં આવા હીરા માટે સત્તાવાર શબ્દ સિન્થેટિક હશે. એટલું જ નહીં, લેંબગ્રોન અથવા તો ક્લિવેટેડ જેવા અગાઉ વપરાવવામાં આવનાર શબ્દોનો ઉપયોગ વેપાર માટે કરવા દેવામાં આવશે નહીં. ફ્રાન્સની સરકાર દ્વારા હીરા સાથે સિન્થેટિક શબ્દનો ઉપયોગ ફરજિયાત કરવાનો નિર્ણયનો હેતુ બજારમાં સ્પષ્ટતા ઉભી કરવાનો છે. જ્યારે બીજી બાજુ લેબગ્રોન ડાયમંડન નિકાસ ભારતથી 2022-23 માં એક્સપોર્ટ આશરે 1.5 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે.
સુરતમાં લેબગ્રોન પાર્ક બનાવવાનું આયોજન છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન સુરત શહેરમાં આશરે 3,000 થી પણ વધુ લેબ્રોન ડાયમંડના યુનિટ છે જે રીયલ ડાયમંડનો વેપાર કરે છે. આવા 60 ટકા લોકો લેબ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે. સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનમાં આશરે 1500 થી પણ વધુ વેપારીઓ જોડાયેલા છે. જેના કારણે હવે ફ્રાન્સની સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયથી સુરત હીરા ઉદ્યોગમાં ભારે ચર્ચા છે. જો ફ્રાન્સની જેમ અન્ય દેશો પણ લેબ્રોન ડાયમંડ માટે સિન્થેટિક શબ્દ વાપરશે તો લોકોમાં ગ્રીન ડાયમંડને લઈ જે ધારણા અત્યારે બનાવવામાં આવી છે તેને લઈ સંકટ ઉભું થઈ શકે છે. સુરત ખાતે ચીનની જેમ લેબગ્રોન પાર્ક અથવા તો કોમન ફેસીલીટી સેન્ટર બનાવવા માટે પણ આવનાર દિવસોમાં સરકાર દ્વારા જગ્યા ફાળવવામાં આવનાર છે. વર્ષ 2023ના કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા લેબ ગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ફંડ આપવામાં આવ્યું છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ માટેની પણ સુવિધા શરૂ કરવા માટેની વાત કરવામાં આવી હતી.
અમને જાણ થઈ છે કે ફ્રાન્સે લેબગ્રોન ડાયમંડને હીરા તરીકે માન્યતા આપવા ઈન્કાર કરી દીધો છે. લેબમાં તૈયાર થનાર આ ડાયમંડ ખાણના ડાયમંડની જેમ જ હોય છે તેની રિસીયલ વેલ્યુ પણ હોય છે અને આ કુદરતને નુકસાન કરીને મેળવવામાં આવતું નથી. જેથી આ સંપૂર્ણ પણે ગ્રીન ડાયમંડ છે. હાલ વિશ્વભરમાં આ ડાયમંડની કિંમત ઓછી હોવાના કારણે અને ગુણ રિયલ ડાયમંડની જેમ હોવાના કારણે ડિમાન્ડ છે...બાબુભાઈ વેકરીયા ( પ્રમુખ, સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશન )
એક્સપોર્ટના આંકડા નિકાસની વાત કરવામાં આવે તો જાન્યુઆરી 2024માં US ડોલર 113.85 મિલિયન (રૂ. 946.10 કરોડમાં) અગાઉના વર્ષના US ડોલર 103.19 મિલિયન (રૂ. 844.88 કરોડ)ના તુલનાત્મક આંકડા કરતાં 10.33 ટકા (રૂ. ગાળામાં 11.98%) વૃદ્ધિ થઇ છે. એપ્રિલ 2023 - જાન્યુઆરી 2024 - APR 2023 - JAN 2024ના સમયગાળા માટે પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમંડની કુલ નિકાસ US ડોલર 1138.84 મિલિયન (રૂ. 9428.04 કરોડમાં) ની દર્શાવે છે.