મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 568 પોઈન્ટના ઉછાળા સાથે 79,243.18 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.74 ટકાના વધારા સાથે 24,044.50 પર બંધ થયો.
ગુરુવારે ભારતીય શેરબજાર શરૂઆતના ઘટાડામાંથી રિકવર થઈને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ઇન્ડિયા સિમેન્ટ્સ, રિલાયન્સ અને આઇટી શેર્સમાં 23 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત બાદ વધારો થયો હતો. NSE નિફ્ટી 50 એ પ્રથમ વખત 24,000 નો આંકડો પાર કર્યો, જ્યારે S&P BSE સેન્સેક્સે Mt 79 હજારને પાર કર્યો.
ટ્રેંડિગ સેશન દરમિયાન અલ્ટ્રા સિમેન્ટ, LTIM, ગ્રાસીમ, NTPC અને વીપ્રો ટોપ ગેનર્સમાં સામેલ હતા. જ્યારે એલએન્ડટી, શ્રીરામફિન, આઈસરમોટર, ડિવિસ્લેબ અને એચડીએફસી બેંક ટોપ લૂઝર્સમાં સામેલ હતા.
બપોરનો કરોબાર: આજે સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે, નિફ્ટી 24,000 ની નજીક પહોંચી ગઇ છે.
ઓપનિંગ બજાર: કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઉતાર-ચઢાવ સાથે સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 119 પોઈન્ટના ઘટાડા સાથે 78,554.56 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.05 ટકાના વધારા સાથે 23,881.55 પર ખુલ્યો હતો.