મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઉતાર-ચઢાવ સાથે સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 119 પોઈન્ટના ઘટાડા સાથે 78,554.56ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.05 ટકાના વધારા સાથે 23,881.55ની સપાટી પર ખુલ્યો હતો. અલ્ટ્રાટેક દ્વારા 23 ટકા હિસ્સો ખરીદ્યા બાદ ઇન્ડિયા સિમેન્ટ્સમાં 10 ટકાનો વધારો થયો છે.
બુધવારની બજાર: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજાર ઉછાળા સાથે લીલા નિશાન પર બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 620 પોઈન્ટના ઉછાળા સાથે 78,674.25ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે, NSE પર નિફ્ટી 0.62 ટકાના વધારા સાથે 23,868.80ની સપાટી પર બંધ થયો.
સેન્સેક્સ પર ટ્રેડિંગ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા, જ્યારે ટાટા સ્ટીલ, M&M, JSW સ્ટીલ, ટાઇટન કંપની અને ટેક મહિન્દ્રાનો ટોપ લૂઝર્સની યાદીમાં સમાવેશ થાય છે. આજે ઈન્ડિયા સિમેન્ટ્સ, CESC, ABB પાવર, GRSE નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે CE ઈન્ફો સિસ્ટમ્સ, NMDC, MCX ઈન્ડિયા, Chemplast Sanmar ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), અલ્ટ્રાટેક સિમેન્ટ, ICICI બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં ખરીદીને કારણે બજારને વેગ મળ્યો હતો.
સેક્ટરોમાં બેંક, તેલ અને ગેસ, ટેલિકોમ, મીડિયા અને એફએમસીજી 0.3 થી 2 ટકા વધ્યા હતા, જ્યારે ઓટો, મેટલ અને રિયલ્ટીમાં 0.7 થી 1.5 ટકાનો ઘટાડો થયો હતો. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.20 ટકા ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો હતો.
બુધવારે ભારતીય રૂપિયો 14 પૈસા ઘટીને 83.57 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો, જ્યારે મંગળવારે તે 83.43 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.