મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 242 પોઈન્ટના ઉછાળા સાથે 75,078.70ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.34 ટકાના વધારા સાથે 22,798.60ની સપાટી પર ખુલ્યો હતો.
માર્કેટ ઓપનિંગ સાથે, NTPC, SBI, અદાણી એન્ટરપ્રાઇઝ, ONGC અને પાવર ગ્રીડ કોર્પ નિફ્ટીમાં વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે HUL, બ્રિટાનિયા, હિન્ડાલ્કો, M&M, એસિયન પેઈન્ટસ, નેસ્લે અને સિપ્લા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. અને BSE પર રિલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીસ અને TCS વધારા સાથે વેપાર કરી રહ્યાં છે, જ્યારે એક્સિસબેંક, સનફાર્મા અને ઈનડસઇન્ડ બેંક ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
હેરિટેજ ફૂડ્સે ગુરુવારે તેનો લાભ ચાલુ રાખ્યો હતો અને 5 જૂને તેણે 20 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષની જંગી જીત બાદ TDPના વડા ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનવાની તૈયારીમાં છે અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને ટેકો આપી શકે છે તેવા અહેવાલો પછી આ વધારો થયો છે.
બુધવારનું બજાર: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 2303 પોઈન્ટના ઉછાળા સાથે 74,382.24 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 3.36 ટકાના વધારા સાથે 22,620.35 પર બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ્સ SEZ, IndusInd Bank, Tata Steel, M&M ટ્રેડિંગ દરમિયાન ટોપ નફાકારકતાની યાદીમાં સામેલ હતા. જ્યારે, ભારત ડાયનેમિક્સ, GRSE, કોચીન શિપયાર્ડ, ટીટાગઢ વેગન્સમાં ઘટાડા સાથે વેપાર થયો હતો.