મુંબઈ : આજે 26 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ ભારતીય શેરબજારની સપાટ શરૂઆત થઈ છે. જોકે, ત્યારબાદ ફરી મજબૂત વલણ નોંધાયું છે. બજાર રેડ ઝોનમાં ખુલ્યા બાદ ફરી પકડ બનાવી લેતા જ રોનક પાછી ફરી છે. BSE Sensex 85,167 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty 26,006 પર ખુલ્યો છે.
ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહનો ચોથો દિવસ 26 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ છે. બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત વલણ સાથે કારોબાર થઈ રહ્યો છે. BSE Sensex ગત 85,169 બંધ સામે ઘટીને 85,167 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 26,004 બંધ સામે ઘટીને 26,006 પર ખુલ્યો છે. જોકે બાદમાં બંને મુખ્ય સૂચકાંકમાં ઓલ ટાઈમ હાઈ નોંધાઈ છે.
સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં મારુતિ સુઝુકી, નેસ્લે, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા અને HCL ટેકના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ પાવર ગ્રીડ કોર્પો, NTPC, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની અને JSW સ્ટીલના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.
બજાર ઓલ ટાઈમ હાઈ : આજે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યા બાદ મજબૂત વલણમાં પરત ફર્યું છે. તમામ મુખ્ય સૂચકાંક ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા છે. BSE Sensex 85,333 પોઈન્ટની નવી ઉંચાઈ પહોંચ્યો છે. સાથે જ NSE Nifty પણ 26,051 ના મથાળે પહોંચી ઓલ ટાઈમ હાઈ નોંધાવી મજુબત કારોબાર કરી રહ્યો છે. આજે નિફ્ટીની માસિક એક્સપાયરી છે. અગાઉ નિફ્ટી 26,000ની સપાટી વટાવી ચૂક્યો છે. પરંતુ અમેરિકન બજારોમાં ઘણા દિવસોની તેજી પછી બુધવારે પ્રોફિટ-ટેકિંગ જોવા મળ્યું હતું, તેથી સ્થાનિક બજારમાં પણ થોડું પ્રોફિટ-બુકિંગ થઈ શકે છે.