મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 611 પોઈન્ટના ઉછાળા સાથે 79,717.68 ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.79 ટકાના વધારા સાથે 24,334.85ની સપાટી પર ખુલ્યો છે.
બજાર ખુલતાની સાથે હિન્દાલ્કો, M&M, ONGC, ટેક મહિન્દ્રા અને ટાટા મોટર્સ નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે HDFC લાઈફ, પાવર ગ્રીડ કોર્પ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ અને સન ફાર્મા નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
પ્રમોટર વેદાંત 16 થી 19 ઓગસ્ટ દરમિયાન ઓફર-ફોર-સેલ (OFS) દ્વારા હિન્દુસ્તાન ઝિંકમાં 3.17 ટકા હિસ્સો વેચશે. OFSનું મૂળ કદ 1.22 ટકા હશે, જેમાં ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં વધારાનો 1.95 ટકા હિસ્સો વેચવાનો વિકલ્પ હશે. ફ્લોર પ્રાઇસ 486 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
બુધવારની બજાર
ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 બુધવારે લીલા રંગમાં બંધ થયા હતા. સેન્સેક્સ 149.85 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 79,105.88 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 4.75 પોઈન્ટ અથવા 0.02 ટકા વધીને 24,143.75 પર બંધ થયો હતો. જો કે, નિફ્ટી 50 ઇન્ડેક્સના 50 ઘટકોમાંથી 26 ઘટ્યા હતા, જેમાં ડિવીઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, કોલ ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ડૉ. રેડ્ડીઝ લેબ્સનો સમાવેશ થાય છે, જે 4.03 ટકા સુધી ઘટ્યા હતા.