મુંબઈ: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ઉછાળા સાથે ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 254 પોઈન્ટના ઉછાળા સાથે 81,639.13 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.31 ટકાના વધારા સાથે 25,040.45 પર ખુલ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ SW સ્ટીલ, L&T, Tata Steel, શ્રીરામ ફાઇનાન્સ અને Hero MotoCorp નિફ્ટીમાં સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ભારતી એરટેલ, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, બજાજ ફાઈનાન્સ, ICICI બેન્ક અને એક્સિસ બેન્ક નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
શુક્રવાર બજાર
ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 230 પોઈન્ટના ઘટાડા સાથે 81,381.36 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે 24,973.70 પર બંધ થયો. 11 ઑક્ટોબરે, ભારતીય ઇક્વિટી ઇન્ડેક્સ અસ્થિર સત્રમાં નીચો બંધ થયો હતો અને નિફ્ટી 25,000 ની નીચે ગયો હતો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન ટ્રેન્ટ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા અને ઓએનજીસી ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે M&M, TCS, ICICI બેંક, સિપ્લા અને પાવર ગ્રીડ કોર્પના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
સેક્ટોરલ મોરચે, ઓટો, બેંક, પાવર, રિયલ્ટી 0.5 ટકા ઘટ્યા હતા, જ્યારે IT, મેટલ, ફાર્મા, મીડિયા - BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5-1 ટકા વધ્યા હતા.
આ પણ વાંચો: