મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 26 પોઈન્ટના ઘટાડા સાથે 82,533.51ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NAC પર નિફ્ટી 0.14 ટકાના વધારા સાથે 25,313.40ની સપાટી પર ખુલ્યો છે. લગભગ 1672 શેર વધ્યા, 808 શેર ઘટ્યા અને 116 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.
બજાર ખુલતાંની સાથે હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, શ્રીરામ ફાઈનાન્સ, સિપ્લા અને ઓએનજીસી નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, કોલ ઈન્ડિયા અને એશિયન પેઈન્ટ્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
શેર બજારના કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે, સોમવારે, અદાણી ગ્રીન એનર્જીએ જાહેરાત કરી હતી કે તેના બોર્ડે ટોટલએનર્જીઝના સંલગ્નને કંપની સાથે નવું સંયુક્ત સાહસ સ્થાપવા $444 મિલિયનનું રોકાણ કરવાની મંજૂરી આપતા કરારોને મંજૂરી આપી છે.
સોમવારની બજાર
સાનુકૂળ વૈશ્વિક સૂચકાંકો અને સામાન્ય રીતે પ્રોત્સાહક સેન્ટિમેન્ટને પગલે ભારતીય શેરબજારોએ સપ્ટેમ્બર મહિનાની મજબૂત શરૂઆત કરી છે. સ્થાનિક શેરબજારમાં સોમવારે તેજી રહી હતી અને બેન્ચમાર્ક નિફ્ટી 50 એ સતત 13મા સત્રમાં વધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સ 194.07 પોઈન્ટ વધીને 82,559.84 ની સપાટી પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 42.80 પોઈન્ટ અથવા 0.17% વધીને 25,278ની સપાટી પર બંધ થયો.