મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 165 પોઈન્ટના ઉછાળા સાથે 77,157.94ની સપાટી પર ખુલ્યો, જ્યારે NSE પર નિફ્ટી 0.25 ટકાના વધારા સાથે 23,525.00ની સપાટી પર ખુલ્યો. આપને જણાવી દઈએ કે આજે પહેલીવાર નિફ્ટીએ 23,500નો આંકડો પાર કર્યો છે.
બજાર ખુલતાંની સાથે અદાણી એન્ટરપ્રાઈઝ, M&M, વિપ્રો, અદાણી પોર્ટ્સ અને ONGC નિફ્ટી પર ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ્સ, મારુતિ સુઝુકી, TCS, ડિવિઝ લેબ્સ અને HDFC લાઈફ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.