મુંબઈઃ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSEનો સેન્સેક્સ 531 પોઈન્ટના ઘટાડા સાથે 72,565 પર અને NSEનો નિફ્ટી 0.70ટકાના ઘટાડા સાથે 21,991 પર બંધ થયો છે.
આજના ટ્રેડિંગ દરમિયાન ભારતી એરટેલ, યુપીઆઈઈએલ, એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ ટોપ ગેનર્સની યાદીમાં સ્થાન મેળવી શક્યા જ્યારે M&M, BPCL, કોલ ઈન્ડિયા લિમિટેડ, હીરો મોટર કોર્પોરેશનમાં ઘટાડા સાથે વેપાર થયો હોવાથી ટોપ લૂઝર્સની યાદીમાં સ્થાન પામ્યા છે.
BSE મિડકેપ ઈન્ડેક્સ 1 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકા ઘટ્યા છે. એફએમસીજી સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઈન્ડેકસ ઓઈલ સેક્ટરના 4 ટકાના ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા. જ્યારે ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ અને પાવર 1થી 2 ટકા નીચે સરક્યા હતા. બેંકિંગ અને આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મીડિયા અને રિયલ્ટી શેરોમાં 1 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.
દરેક બેન્ચમાર્ક આ અઠવાડિયે અત્યાર સુધીમાં લગભગ 1.7 ટકા ઘટ્યો છે. જે ઓક્ટોબર 2023ના અંત પછીનું સૌથી ખરાબ સપ્તાહ તરફ લઈ જાય છે. એફએમસીજી સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઈન્ડેકસ ઓઈલ સેક્ટરના 4 ટકાના ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા. જ્યારે ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ અને પાવર 1થી 2 ટકા નીચે સરક્યા હતા. બેંકિંગ અને આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મીડિયા અને રિયલ્ટી શેરોમાં 1 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.
ઓપનિંગ માર્કેટઃ કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 194 પોઈન્ટના ઘટાડા સાથે 72,902 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 22,088 પર ખુલ્યો હતો.