મુંબઈ: ઉદ્યોગપતિ-પરોપકારી રતન ટાટા કે જેમની સંપત્તિ આશરે રૂ. 10,000 કરોડ હોવાનો અંદાજ છે. એવા રતન ટાટાએ તેમના વારસામાં તેમના ભાઈ-બહેનો માટે એક ભાગ તેમજ તેમના બટલર અને જર્મન શેફર્ડ ટીટો માટે એક ભાગ રાખ્યો છે.
ઈકોનોમિક ટાઈમ્સના રીપોર્ટ મુજબ રતન ટાટાએ તેમના વારસામાં ટીટોની સંભાળ માટે કહ્યું છે અને તેમના બટલર સુબ્બિયા અને એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ શાંતનુ નાયડુને પણ એક હિસ્સો ફાળવ્યો છે. ટીટોની દેખરેખ ટાટાના લાંબા સમયથી રહેલા રસોઈયા રાજન શો કરશે.
ટાટા જૂથની કંપનીઓની મૂળ કંપની ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાનું 9 ઓક્ટોબરે અવસાન થયું હતું. તેઓ 86 વર્ષના હતા.
અહેવાલ મુજબ, રતન ટાટાએ તેમની સંપત્તિ તેમના ફાઉન્ડેશન, ભાઈ જીમી ટાટા, સાવકી બહેનો શિરીન અને ડીઆના જીજાભોય, ઘરના કર્મચારીઓ અને અન્યને દાન કરી છે.
વારસામાં નોએલ ટાટાનું નામ નહીં
રતન ટાટાએ તેમની સંપત્તિનો એક ભાગ તેમના ડ્રાઈવર અને બટલર, સુબિયા સહિત દરેકને આપ્યો, પરંતુ તેમણે તેમના સાવકા ભાઈ નોએલ ટાટાનો ઉલ્લેખ કર્યો ન હતો. રતન ટાટા અને નોએલ ટાટા વચ્ચેના સંબંધોને લઈને તે ચર્ચાનો વિષય બની ગયો છે. એવું કહેવાય છે કે રતન ટાટા નોએલના અનુભવ વિશે ચિંતિત હતા અને ટાટા જૂથમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી માટે તેમને ક્યારેય સમર્થન આપ્યું ન હતું.
ટાટાનો વારસો
આ નોંધપાત્ર વારસો તેમના પરિવાર અને નજીકના સહયોગીઓ પ્રત્યે ટાટાની વિચારશીલતાને રેખાંકિત કરે છે, જેના લાભાર્થીઓમાં તેમના ભાઈ જીમી ટાટા, સાવકી બહેનો શિરીન અને ડીના જીજીભોય અને વફાદાર ઘરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. ટાટાની નોંધપાત્ર સંપત્તિમાં અલીબાગના બીચ પર 2,000 ચોરસ ફૂટનો બંગલો, મુંબઈના જુહુ તારા રોડ પર બે માળનું મકાન, રૂ. 350 કરોડથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ અને ટાટા સન્સમાં 0.83 ટકા હિસ્સાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: