નવી દિલ્હી: Airtel દ્વારા Nokia ને ભારતીય શહેરોમાં 4G અને 5G ઈક્વિપમેન્ટ લગાવવા માટે મલ્ટિ-યર, મલ્ટિ-બિલિયન ડોલર એક્સટેન્શન ડીલ આપવામાં આવી છે. કંપનીએ 20 નવેમ્બરે આ માહિતી આપી હતી.
નોકિયા બે દાયકા કરતાં વધુ સમયથી એરટેલ સાથે સહયોગ કરી રહી છે. અને 2G, 3G, 4G અને 5G નેટવર્ક ઈક્વિપમેન્ટ (સાધનો) પ્રદાન કરી રહી છે.
લેટેસ્ટ કોન્ટ્રાક્ટ અનુસાર, નોકિયા તેના પોર્ટફોલિયોમાંથી ઈક્વિપમેન્ટ તૈનાત કરશે, જેમાં બેઝ સ્ટેશન, બેઝબેન્ડ એકમો અને વિશાળ MIMO રેડિયોની નવીનતમ પેઢીનો સમાવેશ થશે. આ સોલ્યુશન્સથી એરટેલના નેટવર્કને 5G ક્ષમતા અને કવરેજ સાથે વધારશે અને તેના નેટવર્ક વૃદ્ધિને સમર્થન આપશે તેવી અપેક્ષા છે. વધુમાં, નોકિયા એરટેલના હાલના 4G નેટવર્કને મલ્ટિબેન્ડ રેડિયો અને બેઝબેન્ડ સાધનો સાથે આધુનિક બનાવશે જે 5G ને પણ સપોર્ટ કરી શકે છે.
ભારતી એરટેલના વાઇસ પ્રેસિડેન્ટ અને એમડી ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે, 'આ ડીલ એરટેલ માટે કનેક્ટિવિટી સોલ્યુશન્સમાં સુધારો કરશે.' વિટ્ટલે વધુમાં જણાવ્યું હતું કે,' નોકિયા સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી અમારા નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભવિષ્ય માટે સુરક્ષિત કરશે અને ગ્રાહકોને બેજોડ વપરાશકર્તા અનુભવ તેમજ સાથે સાથે એવું નેટવર્ક પ્રદાન કરશે જે પર્યાવરણને અનુકૂળ હશે અને પર્યાવરણ પરની અસર ઘટાડશે.
નોકિયા અને ભારતી એરટેલની નેટવર્ક ઈક્વિપમેન્ટ માટે બે દાયકાથી વધુની ભાગીદારી છે અને બંનેએ તાજેતરમાં એરટેલના નેટવર્કની ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે 'ગ્રીન 5G પહેલ' શરૂ કરી છે.
આ પણ વાંચો: