ETV Bharat / business

ભારતીય શેરબજારમાં તાબડતોડ તેજી : BSE Sensex અને NSE Nifty ઓલ ટાઈમ હાઈ - Stock Market Update

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 10:01 AM IST

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE Sensex 347 પોઈન્ટના ઉછાળા સાથે 81,679 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 109 પોઈન્ટના (0.44 ટકા) વધારા સાથે 24,943 પર ખુલ્યો હતો.

ભારતીય શેરબજારમાં તાબડતોડ તેજી
ભારતીય શેરબજારમાં તાબડતોડ તેજી (ETV Bharat)

મુંબઈ : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે તેજીના વલણ સાથે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE Sensex 347 પોઈન્ટના ઉછાળા સાથે 81,679 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 109 પોઈન્ટના વધારા સાથે 24,943 પર ખુલ્યો હતો.

ભારતીય શેરબજાર : આજે 29 જુલાઈ, સોમવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો તેજીના વલણ સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. BSE Sensex ગત 81,332 બંધની સામે 347 પોઇન્ટ વધીને 81,679 ના મથાળે ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty ગત 24,834 બંધની સામે 109 પોઇન્ટ વધીને 24,943 ના મથાળે ખુલ્યો હતો.

ઓલ ટાઈમ હાઈ : આજે શરુઆતી કારોબારમાં જ બજારમાં તાબડતોડ તેજી નોંધાઈ છે. મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ઓલ ટાઈમ હાઈ ગયા છે. BSE સેન્સેક્સે 81,749.34 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી છે. બીજી તરફ NSE નિફ્ટીમાં પણ 24,980.45 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ નોંધાઈ છે.

સ્ટોકની સ્થિતિ : BSE માં લિસ્ટેડ કંપનીઓ પૈકી ટોપ ગેઈનર સ્ટોકમાં NTPC, SBI, ઇન્ડસઇન્ડ બેંક, ICICI બેંક, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના સ્ટોક છે. જ્યારે ટોપ લૂઝરમાં ટાઇટન, ભારતી એરટેલ, ITC, ટેક મહિન્દ્રા, ITC, JSW સ્ટીલના સ્ટોક્સ છે.

કોમોડિટી માર્કેટ અપડેટ : ડોલર ઇન્ડેક્સ 104 પાર થઈને સ્થિર થયો છે. સોના અને ચાંદીમાં મજબૂત કાર્યવાહી નોંધાઈ છે. સાથે જ કાચા તેલમાં નજીવો વધારો નોંધાયો છે.

વૈશ્વિક બજાર અપડેટ : DOW 650 પોઈન્ટ ઉછળ્યો છે. S&P 500 અને Nasdaq પર 1% થી વધુ વધારો નોંધાયો છે.

  1. શેરબજાર વિક્રમી સપાટી પર બંધ, સેન્સેક્સ 1292 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,800ને પાર
  2. નજીવા ઉછાળા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 123 પોઈન્ટ ઉપર, નિફ્ટી 24,423 પર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.