મુંબઈ : આજે 22 એપ્રિલ, સોમવારના રોજ કારોબારી સપ્તાહની ધમાકેદાર શરૂઆત સાથે ભારતીય શેરમાર્કેટમાં રોનક આવી છે. બજારના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. BSE Sensex 560 પોઇન્ટ વધીને 73,648 પર પહોંચ્યો હતો. NSE Nifty પણ 189 પોઇન્ટ વધીને 22,336 પર બંધ થયો હતો. બજારમાં ચોતરફી લેવાલી વચ્ચે બેન્કિંગ, ફાર્મા અને ઓટો સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો.
BSE Sensex : આજે BSE Sensex ગત 73,088 બંધ સામે 578 પોઇન્ટ ઉછળીને 73,666 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તેજીના વલણ સાથે BSE Sensex 73,767 ડે હાઈ બનાવી તથા 73,227 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. હળવી રિકવરી બાદ સુધારો નોંધાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 560 પોઇન્ટ ઉછળીને 73,648 ના ઊંચા મથાળે બંધ થયો હતો. જે 0.77 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 189 પોઈન્ટ વધીને 22,336 ના મથાળે બંધ થયો હતો, જે 0.86 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 189 પોઈન્ટ વધીને 22,336 ના મથાળે ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 22,375 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. બાદમાં વેચવાલી નીકળતા 22,198 સુધી ડાઉન ગયો હતો. ગતરોજ Nifty NSE Nifty ઈનડેક્સ 22,147 ના મથાળે બંધ થયો હતો.
ટોપ ગેઈનર શેર : BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં લાર્સન (2.72%), એક્સિસ બેંક (2.37%), બજાજ ફાઇનાન્સ (2.34%), અલ્ટ્રાટેક સિમેન્ટ (2.10%) અને વિપ્રોનો (1.94%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં NTPC (-2.24%), HDFC બેંક (-1.24%), JSW સ્ટીલ(-1.17%), ઇન્ડસઇન્ડ બેંક (-0.46%) અને ટાટા સ્ટીલનો (-0.15%) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1640 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 597 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા અને SBI સ્ટોક રહ્યા હતા.