ETV Bharat / business

નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર સપાટ બંધ, PSU બેંક અને IT સ્ટોકનો સપોર્ટ - Stock market Update

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 5:26 PM IST

આજે 3 માર્ચ, બુધવારના રોજ નબળી શરૂઆત બાદ ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં સપાટ બંધ થયું છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty નીચા મથાળે ખુલ્યા અને દિવસ દરમિયાન વેચવાલીના પગલે ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 21 અને 18 પોઈન્ટ તૂટ્યા હતા.

ભારતીય શેરબજાર સપાટ બંધ
ભારતીય શેરબજાર સપાટ બંધ

મુંબઈ : ભારતીય શેરબજારમાં ઉતાર ચઢાવ યથાવત છે. આજે ભારતીય શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક નીચા મથાળે ખુલ્યા બાદ સતત ગગડતા રહ્યા હતા. BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 27 અને 18 પોઇન્ટ ઘટીને રેડ ઝોનમાં સપાટ બંધ રહ્યા હતા. સરકારી બેંકિંગ અને IT સેક્ટરમાં લેવાલીથી બજારને સપોર્ટ મળ્યો છે. જ્યારે ઓટો, FMCG અને ફાર્મા સેક્ટરમાં વેચવાલીથી દબાણ સર્જાયું હતું.

BSE Sensex : આજે 3 માર્ચ, બુધવારના રોજ BSE Sensex ગત 73,903 બંધની સામે 146 પોઇન્ટ ઘટીને 73,757 ના મથાળે ખુલ્યો હતો. આજે સપાટ પ્રદર્શન વચ્ચે સેન્સેક્સમાં 74,151 પોઈન્ટની ડે અને દિવસ દરમિયાન સતત નબળા વલણને કારણે 73,540 સુધી ડાઉન ગયો હતો. BSE Sensex સતત વેચવાલીને પગલે નીચે રહ્યો અને ટ્રેડિંગ સેશનના અંતે 27 પોઇન્ટ ઘટીને 73,876 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.04 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 18 પોઈન્ટ (0.08%) ઘટીને 22,434 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ ગતરોજના 22,453 ના બંધ સામે આજે 22,385 ના મથાળે 68 પોઈન્ટ ડાઉન ખુલ્યો હતો. આજે શરુઆતમાં 22,521 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ NSE Nifty 22,346 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ ઉપર નીચે થતો રહ્યો હતો.

ભારતીય રૂપિયો : આજે ભારતીય રૂપિયો મંગળવારના 83.38 ની તુલનામાં નજીવા ઘટાડા સાથે 83.43 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. શેરબજારના રિયલ્ટી ઇન્ડેક્સ 2.3 ટકા અને ઓટો ઇન્ડેક્સ 0.3 ટકા ઘટ્યો હતો. બીજી તરફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, પાવર, PSU બેંક ઈન્ડેક્સ 1 ટકા અને મીડિયા ઈન્ડેક્સ 0.6 ટકા વધ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં NTPC (1.97%), TCS (1.67%), ટેક મહિન્દ્રા (1.56%), એક્સિસ બેંક (1.51%) અને ભારતી એરટેલનો (1.41%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં નેસ્લે (-2.62%), કોટક મહિન્દ્રા (-1.43%), JSW સ્ટીલ (-1.35%), ટાઈટન કંપની (-1.16%) અને બજાજ ફિનસર્વનો (-1.08%) સમાવેશ થાય છે.

  1. જો તમે નોકરી બદલી રહ્યા છો તો કોઈ ટેન્શન નહીં, PF ટ્રાન્સફરમાં કોઈ સમસ્યા નહીં થાય
  2. વિશ્વ બેંક તરફથી ભારત માટે સારા સમાચાર, દેશની અર્થવ્યવસ્થા આ ઝડપે વધશે - INDIAN ECONOMY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.