મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 29 પોઈન્ટના ઘટાડા સાથે 74,097 પર ખુલ્યો હતો. NSE પર નિફ્ટી 0.04 ટકાના વધારા સાથે 22,501 પર ખુલ્યો. ભારતીય રૂપિયો ગુરુવારના 82.78ની સરખામણીમાં સોમવારે 7 પૈસા વધીને 82.71 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો.
શરૂઆતના સત્રમાં સેન્સેક્સની 30માંથી 14 કંપનીઓના શેરમાં વધારો થયો હતો, જ્યારે 16 શેર ખોટમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બજાર ખુલતાની સાથે જ Hero MotoCorp, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, Bajaj Finance, Cipla અને Ultratecement નિફ્ટી પર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, બીપીસીએલ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી, ટાટા મોટર્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. લગભગ 1609 શેર વધ્યા, 916 શેર ઘટ્યા અને 237 શેર યથાવત રહ્યા. શરૂઆતના વેપારમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો સૌથી વધુ નફો લગભગ દોઢ ટકા હતો.
મિડકેપ શેર: યુકો બેંક, ઇન્ડિયન હોટલ્સ, આઇઓબી, એનએમડીસી અને ઑયલ ઇન્ડિયા 1.4-4.83 ટકા સુધી ઘટાડો છે. જ્યારે મેકસ હેલ્થકેર, ન્યુ ઇન્ડિયા એસ્યોર, ટોરેન્ટ પાવર, સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને પીબી ફિનટેક 2.45-3.20 ટકા વધારો છે.
સ્મૉલકેપ શેર: સિગાચી ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ્સ, જેએમ ફાઇનાન્શિયલ, બીસીએલ ઇન્ડસ્ટ્રીઝ અને એચબીએલ પાવર 5.33-10.6 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં શ્રીજી ડિગવિજય, મોનાર્ય નેટવર્ક, એનએલસી ઇન્ડિયા, દ્વારિકેશ શુગર અને રેલ વિકાસ 6.24-8.82 ટકા સુધી ઉછળા છે.
ગુરુવારનું બજાર:
સેન્સેક્સ 33.40 પોઈન્ટ અથવા 0.05 ટકાના વધારા સાથે 74,119.39 પોઈન્ટના નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. એક સમયે કારોબાર દરમિયાન તે 159.18 પોઈન્ટ ચઢ્યો હતો. પચાસ શેર પર આધારિત નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 19.50 પોઈન્ટ અથવા 0.09 ટકાના વધારા સાથે 22,493.55 પોઈન્ટના નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો.