ETV Bharat / business

શું RAC ટિકિટ પર મુસાફરી કરનાર મુસાફરોને બેડશીટ અને ધાબળા મળે છે? જાણો - RAC TICKET

દેશમાં લાખો લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, ત્યારે જાણીશું કે શું RAC ટિકિટ પર મુસાફરી કરનાર મુસાફરોને બેડશીટ અને ધાબળા આપવામાં આવે છે ?

RAC ટિકિટ પર મુસાફરી દરમિયાન મળે છે આ સુવિધા
RAC ટિકિટ પર મુસાફરી દરમિયાન મળે છે આ સુવિધા (Getty image/Pexels)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2024, 4:42 PM IST

નવી દિલ્હી: ભારતીય રેલ્વે એ વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક છે, જે ભારતીય અર્થતંત્રની જીવાદોરી ગણાય છે. ભારતીય રેલવે રાષ્ટ્રીય એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને દરોજ્જ લાખો લોકો રેલ્વે દ્વારા મુસાફરી છે. રેલવે મુસાફરી માટે ટિકિટ ખરીદવી જરૂરી છે. ઘણી વખત લોકો તેમની મુસાફરી માટે તેમની ટ્રેનની ટિકિટ બુક કરાવે છે, પરંતુ તેઓ કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી. આ કારણે, તેઓએ કેન્સલેશન સામે વેઇટિંગ અથવા RAC ટિકિટ લેવી પડે છે.

નોંધનીય છે કે RAC ટિકિટ મેળવનારા લોકો અડધી સીટ પર જ મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં આરએસી ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો પ્રશ્ન પૂછે છે કે તેમને માત્ર અડધી સીટ કેમ મળે છે. જો તેઓ એસી કોચમાં મુસાફરી કરતા હોય, તો શું તેમને બેડશીટ અને ઓશીકું મળશે? આવી સ્થિતિમાં, જો તમે પણ ક્યાંક ફરવા જઈ રહ્યા છો અને તમારી પાસે RAC ટિકિટ છે, તો હવે તમારા માટે રાહતના સમાચાર છે.

મુસાફરો માટે બેડરોલ સુવિધા

હકિકતમાં હવે ભારતીય રેલ્વે એસી કોચમાં આરએસી ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને સંપૂર્ણ બેડરોલ સુવિધા આપશે. અગાઉ એક સીટ પર મુસાફરી કરતા બે મુસાફરોને એક જ બેડરોલ મળતો હતો, જેના કારણે લોકોને અસુવિધા થતી હતી. આ બેડરોલમાં બેડશીટ અને ધાબળો અને અન્ય વસ્તુઓનો સમાવેશ થશે.

શું છે RAC ટિકિટ ?

રેલવેના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ તેની ટિકિટ કેન્સલ કરે છે, તો તેની જગ્યાએ અન્ય વ્યક્તિની ટિકિટ કન્ફર્મ થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી ટિકિટ કન્ફર્મ ન થાય ત્યાં સુધી મુસાફરોને અડધી સીટ નીચલી બાજુ આપવામાં આવે છે. એક મુસાફરની ટિકિટ કન્ફર્મ થતાની સાથે જ તેને અલગ સીટ મળે છે અને બીજો મુસાફર સંપૂર્ણ RAC સીટ પર મુસાફરી કરી શકે છે.

સ્લીપર કોચમાં કેટલી હોય છે RAC સીટ ?

મહત્વપૂર્ણ છે કે, AC ક્લાસની જેમ સ્લીપર કોચમાં પણ RAC સીટ હોય છે. સ્લીપર ક્લાસમાં કુલ 7 RAC સીટો છે, જે 14 મુસાફરોને મળે છે.

  1. વેઈટિંગ ટિકિટ કન્ફર્મ નહીં થાય, તો મળશે 3 ગણું રિફંડ, IRCTCની પાર્ટનર કંપનીએ શરૂ કરી સુવિધા
  2. તત્કાલ ટિકિટ કેન્સલ થયા બાદ રિફંડ કેટલા સમય પછી મળે છે, જાણો શું કહે છે રેલવેના નિયમો?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.