મુંબઈ : ભારતીય શેરબજારમાં 21 ફેબ્રુઆરી, બુધવારના રોજ રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો હતો. બજારમાં તોફાની તેજી કારણે મુખ્ય સૂચકાંકો મજબૂત ટ્રેડ કરી રહ્યા છે. આજે NSE Nifty 22,249 નવી ઓલ ટાઈમ હાઈને સ્પર્શયો હતો. BSE Sensex પણ 210 પોઈન્ટના ઉછાળા સાથે 73,267 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. PSU બેન્કિંગ, મેટલ અને ઓટો સેક્ટરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી.
ભારતીય શેરબજાર : આજે 21 ફેબ્રુઆરી, બુધવારના રોજ BSE Sensex ગતરોજના 73,057 બંધ સામે 210 પોઈન્ટના વધારા સાથે 73,267 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 22,197 બંધની સામે 52 પોઈન્ટ વધીને 23,249 ના મથાળે ખુલ્યો હતો, જે ઓલ ટાઈમ હાઈ લેવલ છે. શરૂઆતી કારોબારમાં BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોનમાં મજબૂત ટ્રેડ કરી રહ્યા છે. PSU બેન્કિંગ, મેટલ અને ઓટો સેક્ટરમાં જોરદાર લેવાલી નોંધાઈ રહી છે. જ્યારે IT અને મીડિયા સેક્ટરમાં વેચવાલી છે.
ગ્લોબલ શેરમાર્કેટ : અમેરિકન બજારોમાં નરમાઈનું વલણ છે. 200 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ વચ્ચે Dow jones 65 પોઈન્ટ ગગડ્યો છે. કેટલાક IT શેરોમાં દબાણને કારણે Nasdaq પણ 0.9% ગગડ્યો છે. સ્મોલકેપ્સમાં પણ નબળું વલણ છે. જ્યારે રસેલ 2000 1.4 % ઘટ્યો છે. NVIDIA ના શેર પરિણામો પહેલા 4.3% ઘટ્યો છે. આવતા સપ્તાહથી એમેઝોનનો સ્ટોક ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં સામેલ થઈ જશે. આજે ફેડ મીટીંગ મિનિટ્સ જાહેર કરવામાં આવશે.
વૈશ્વિક કોમોડિટી બજાર : ડોલર ઇન્ડેક્સ ગગડીને 104 નીચે પહોંચ્યો છે. ક્રૂડ ઓઇલમાં નબળી ડિમાન્ડના દબાણ સાથે ચાર દિવસની તેજીને બ્રેક લાગી છે. જ્યારે સોનામાં સતત પાંચમા દિવસે ઉછાળો નોંધાયો છે. ભારે ઉતાર ચઢાવ વચ્ચે મેટલમાં મજબૂત કારોબાર થયો છે. ઝીંક સિવાયની તમામ ધાતુ લીલા નિશાનમાં બંધ થયા છે.