મુંબઈઃ આજે ગુરુવારે ચોથા દિવસે શેરબજાર ગ્રીનઝોનમાં બંધ થયું. BSEનો સેન્સેક્સ 540 પોઈન્ટના ઉછાળા સાથે 72,641 પર બંધ રહ્યો. જ્યારે NSEનો નિફ્ટી 0.80 ટકાના વધારા સાથે 22,014 પર બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન BPCL, NTPC, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ભારતી એરટેલ, એચએફડીએફસી લાઈફ, ઓએનજીસી, મારુતિ સુઝુકીના શેરોમાં નરમાશ જોવા મળી.
રોકાણકારોને ફાયદોઃ PSE, મેટલ, કેપિટલ ગુડ્સ, ફાર્મા, રિયલ્ટી અને PSU બેન્કોએ 2 ટકાથી વધુનો વધારો નોંધાવતા તમામ ઈન્ડેકસ ગ્રીનઝોનમાં બંધ થયા. BSE મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડકસમાં પણ 2 ટકાનો વધારો થયો. ઉલ્લેખનીય છે કે ભારતીય રૂપિયો બુધવારે 83.16 પ્રતિ ડૉલરની સરખામણીમાં 83.15 પ્રતિ ડૉલર પર બંધ થયો. આજના કારોબારને અંતે તમામ સેક્ટર ગ્રીનઝોનમાં જોવા મળ્યા જેથી રોકાણકારોને ફાયદો થયો.
સકારાત્મક વૈશ્વિક સંકેતોઃ આજે તમામ સેક્ટર ગ્રીનઝોનમાં જોવા મળ્યા તેની પાછળ સકારાત્મક વૈશ્વિક સંકતોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. જેમાં નરમ ફેડ અને 2024માં 3 રેટ કટના સંકેતોને કારણે બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી. અત્યંત પ્રચલિત એવા લગભગ 2,591 શેર વધ્યા, 766 શેર ઘટ્યા અને 88 શેર યથાવત રહ્યા. આજના ટ્રેડિંગ દરમિયાન BPCL, NTPC, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ભારતી એરટેલ, એચએફડીએફસી લાઈફ, ઓએનજીસી, મારુતિ સુઝુકીના શેરોમાં નરમાશ જોવા મળી.
બજારની શરુઆતઃ ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSEનો સેન્સેક્સ 540 પોઈન્ટના ઉછાળા સાથે 72,641 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 0.78 ટકાના વધારા સાથે 22,010 પર ખુલ્યો હતો.