ETV Bharat / business

ભારતીય શેરબજારની નબળી શરૂઆત : Sensex 37 પોઈન્ટ અપ, Nifty ડાઉન ખુલ્યો - Stock Market Update

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 9:31 AM IST

કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર સપાટ ખુલ્યું છે. BSE Sensex 37 પોઇન્ટ વધીને 81,822 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty 17 પોઇન્ટ ઘટીને 25,035 પર ખુલ્યો હતો. Stock Market Update

ભારતીય શેરબજારની નબળી શરૂઆત
ભારતીય શેરબજારની નબળી શરૂઆત (ETV Bharat Gujarat)

મુંબઈ : આજે 29 ઓગસ્ટ, ગુરૂવારના રોજ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર નબળા વલણ સાથે સપાટ ખુલ્યું છે. BSE Sensex ગત 81,785 બંધ સામે 37 પોઇન્ટ વધીને 81,822 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 25,052 બંધ સામે 17 પોઇન્ટ ઘટીને 25,035 પર ખુલ્યો હતો.

શેરબજારની નબળી શરૂઆત : 29 ઓગસ્ટ, ગુરુવારે વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો આવી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 30 પોઇન્ટ ઘટીને 25,010ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. અમેરિકન વાયદા બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ગઈકાલે અમેરિકન બજારમાં ડાઉ-નાસ્ડેકમાં નબળાઈ જોવા મળી હતી અને ઈન્ડેક્સ ઘટયા હતા. જોકે, શરુઆતથી જ બજારમાં ભારે એક્શન નોંધાયું છે. બજારમાં સતત ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે.

ભારતીય શેરબજાર : આજે 29 ઓગસ્ટ, ગુરૂવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક નબળા વલણ સાથે ખુલ્યા છે. BSE Sensex ગત 81,785 બંધ સામે 37 પોઇન્ટ વધીને 81,822 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ ગત 25,052 બંધ સામે 17 પોઇન્ટ ઘટીને 25,035 પર ખુલ્યો હતો. સાથે જ Nifty Bank પણ ગત 51,143 બંધ સામે 40 પોઇન્ટ ડાઉન 51,103 ના મથાળે ખુલ્યો છે.

કોમોડિટી અને કરન્સી બજાર : ડોલર ઇન્ડેક્સ રિકવરી નોંધાવી 101 નજીક પહોંચ્યો છે. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ સુસ્ત વલણ સાથે 78 ડોલરની નજીક છે. સોનામાં નીરસ કારોબાર છે, જ્યારે ચાંદીમાં 6 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 2.7 ટકા ઘટાડો નોંધાયો છે. સાથે જ બેઝ મેટલ્સના ઉછાળા પર બ્રેક લાગી છે.

  1. જન ધન યોજનાની 10મી વર્ષગાંઠ : આ યોજનના લાભ શું ? જાણો સંપૂર્ણ વિગત...
  2. ZEEએ SONY સાથેના વિવાદનું સમાધાન કર્યું, $10 બિલિયનનો સોદો રદ થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.