નવી દિલ્હી: અદાણી જૂથે ગુરુવારે યુએસ પ્રોસિક્યુટર દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. આરોપ મુજબ ગૌતમ અદાણીએ સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરથી વધુની લાંચ આપી હતી.
ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે 2100 કરોડ રૂપિયાની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગેરમાર્ગે દોરવા બદલ દોષી ઠેરવ્યા છે.
અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને તેને રદિયો આપવામાં આવ્યો છે.
Know more: https://t.co/uNYlCaBbtk pic.twitter.com/fQ4wdJNa9d
— Adani Group (@AdaniOnline) November 21, 2024
યુએસ પ્રોસિક્યુટર્સે અબજોપતિ ગૌતમ અદાણી પર આરોપ મૂક્યો છે કે સૌર ઉર્જા કરાર માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને USD 250 મિલિયન (આશરે રૂ. 2,100 કરોડ)થી વધુની લાંચ આપવાની યોજનાના કથિત રૂપથી હિસ્સો હોવાનો આરોપ લગાવાયો છે.
અદાણી ગ્રૂપના પ્રવક્તાએ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, અભિયોગના આરોપો માત્ર આરોપ છે અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી પ્રતિવાદીઓને નિર્દોષ ગણવામાં આવે છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અદાણી જૂથે તેની કામગીરીના તમામ ક્ષેત્રોમાં શાસન, પારદર્શિતા અને નિયમનકારી અનુપાલનનાં સર્વોચ્ચ ધોરણો જાળવવા માટે હંમેશા પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમે અમારા હિતધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ, તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીએ છીએ.
આ પણ વાંચો: