ETV Bharat / state

જામનગર મનપાએ શરૂ કરી RRR શોપ: ન જોતું હોય એ મુકી જાવ, જરૂર હોય તે મફતમાં લઈ જાવ...

જામનગર મહાનગરપાલિકાએ એક ઉમદા પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં JMC ના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા એક ક્ધટેનર કેબીન ઈમાનદારીની દુકાન તરીકે સ્થાપવામાં આવી છે.

જામનગર મનપાએ શરૂ કરી RRR શોપ
જામનગર મનપાએ શરૂ કરી RRR શોપ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

જામનગર: જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના પેલેસ રોડ ઉપર જોગર્સ પાર્કથી કલેક્ટર કચેરી રોડ ઉપર પોશ એરીયા પાસેના જાહેર માર્ગ ઉપર એક કન્ટેનર કેબિન ઈમાનદારીની દુકાન તરીકે સ્થાપવામાં આવી છે. જેમાં લોકો પોતાના માટે બિનજરુરી પણ અન્યને કામ આવે તેવી વસ્તુઓ મુકે છે અને આ વસ્તુઓ જરુરિયાતમંદ લોકો પોતાને લગતા વસ્ત્રો સહિતની વસ્તુઓ લઈ જાય છે.

સંખ્યાબંધ જરુરીયાતમંદ લોકોને લાભ થશે: રીડયુસ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે દીવાળીના સમયથી મહાનગરપાલિકાએ પેલેસ રોડ પર કલેક્ટર કચેરી તરફ જતા રસ્તા ઉપર એક ઈમાનદારીની દુકાન શરુ કરી છે. આ દુકાન સવારે 7 થી 11 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. આ સમય દરમિયાન લોકો જુની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો સહિતની તમામ વસ્તુઓ મુકી શકે છે અને જરુરિયાતમંદ લોકો પોતાના કામની તમામ વસ્તુ વિના મુલ્યે કોઈને પણ પુછ્યા વગર લઈ શકે છે. એવી મુક્ત વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

જામનગર મનપાએ શરૂ કરી RRR શોપ (Etv Bharat Gujarat)

આ વ્યવસ્થા ગોઠવાયા બાદ તંત્રના થોડા દિવસના પ્રયોગોમાં સારા પરિણામ સામે આવ્યા છે. આ સ્થળે સંખ્યાબંધ સેવાભાવીઓએ નવા જેવા કપડા, લેડિઝ પર્સ, પાકીટ જેવી વસ્તુઓ અજાણ્યા માટે અર્પણ કરી છે. જે સામે જરુરિયાતમંદ લોકોએ પોતાને જરુરી હોય તેવી વસ્તુઓ મેળવી છે.

ઉલ્લેખનિય છે કે, શહેરમાં અગાઉ સંસ્થાગત રીતે રણમલ તળાવ પરિસરમાં એક સંસ્થા દ્વારા આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. બાદમાં લાંબા પ્રતિસાદના અભાવે વ્યવસ્થા ચાલી ન હતી. હવે આ નવી સરકારી વ્યવસ્થા કેટલા સમય સુધી ચાલશે. તેનો મદાર લોક પ્રતિસાદ ઉપર આધારિત છે.

આ પણ વાંચો:

  1. આજથી સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ
  2. ભાવનગરમાં કચરામાં કોણ ફેંકી ગયું રૂ.500ની નકલી નોટો? પોલીસ તપાસમાં લાગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.