ETV Bharat / state

ગુજરાતમાં માત્ર 15 સ્થાને મળતું કૃષ્ણવડ હવે 157 નગરપાલિકાઓમાં રોપાશેઃ ઔષધિય ગુણોથી ભરપુર છે આ અત્યંત દુર્લભ વડ

ડાકોરથી દ્વારકા સુધીની વડવૃક્ષ યાત્રા: હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ ‘મિશન કૃષ્ણવડ’ દ્વારા આપી રહ્યા છે પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ

કૃષ્ણવડ હવે 157 નગરપાલિકાઓમાં રોપાશે
કૃષ્ણવડ હવે 157 નગરપાલિકાઓમાં રોપાશે (Gujarat Information Department)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 6:20 PM IST

ગાંધીનગર: ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષાના ઉમદા ઉદ્દેશ સાથે દેશભરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મિશન મોડમાં સાકાર કરવા સંકલ્પબદ્ધ બની હોવાનું સરકારે જણાવ્યું છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ માટે મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે. માર્ચ 2025 સુધીમાં ગુજરાત સરકાર 17 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ અંતર્ગત પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાએ એક વિશેષ પ્રયાસ કર્યો છે અને હાલોલ નગરપાલિકા ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ વડની વિશેષતાઓ અને સરકારના પ્લાન અંગે તેના અંગે જાણીએ.

ડાકોરથી દ્વારકા સુધી પર્યાવરણ પ્રેમનો સંદેશો આપશે ‘કૃષ્ણવડ અભિયાન’

હાલોલ નગરપાલિકાએ આ વડવૃક્ષ યાત્રાની શરૂઆત 27 ઓગસ્ટ 2024ના રોજ નંદ મહોત્સવના દિવસે કૃષ્ણમય ભૂમિ ડાકોરથી કર્યો હતો. વૃક્ષની દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણનું બીડું ઝડપનારા હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે વધુમાં વધુ લોકોને કૃષ્ણવડ અભિયાનમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. પ્રકૃતિની સેવા માટે હંમેશા તત્પર રહેતાં હિરલબેને મિશન કૃષ્ણવડના વિચારબીજ અંગે જણાવ્યું કે, “મને વૃક્ષની દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિને વિકસિત કરવાનો વિચાર આવ્યો. કૃષ્ણવડ એ ભારતીય પ્રજાતિ છે, જે ગુજરાતમાં માત્ર 15 સ્થાનો પર ઉપલબ્ધ છે. મેં મારા ખેતરમાં વાવેલા કૃષ્ણવડની ડાળીઓ કટિંગ કરીને હાલોલ રાણીપુરા ખાતે આવેલી ફોરેસ્ટ નર્સરીને આપી અને તેમણે કૃષ્ણવડની 200થી વધુ કલમો વિકસિત કરીને આ વડવૃક્ષ યાત્રાને વેગ આપ્યો. પ્રાદેશિક કમિશ્નર એસ.પી.ભગોરા, ફોરેસ્ટ વિભાગના DFO ડૉ. મીનલ જાની, RFO નિધિ દવે તથા હાલોલ જંગલખાતાના ફોરેસ્ટર રોહિત મકવાણાના સહયોગથી આ અભિયાન શક્ય બન્યું છે.”

મિશન કૃષ્ણવડ: 157 નગરપાલિકાઓમાં દુર્લભ પ્રજાતિના છોડ વાવવામાં આવશે

આ અભિયાન અંતર્ગત હાલોલ નગરપાલિકાની દુર્લભ કૃષ્ણવડ વાવવાની પહેલ એક વિચારબીજમાંથી વટવૃક્ષ બનવા જઈ રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કૃષ્ણવડને લુપ્તપ્રાય પ્રજાતિના ચોકઠાંમાંથી દૂર કરવાનો છે. આ અભિયાન અંતર્ગત 26મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી રૅર પ્રજાતિના સંરક્ષણ સાથે પ્રકૃતિની રક્ષાનો સંદેશ પણ મહત્તમ લોકો સુધી પહોંચશે. આ અભિયાન હેઠળ વડોદરા ઝોનની બધી જ નગરપાલિકમાં કૃષ્ણવડ રોપાઇ ચૂક્યા છે તથા ગુજરાતના અન્ય 5 ઝોનના નગરપાલિકા વિસ્તાર મળીને કુલ 40 કૃષ્ણવડ વાવવામાં આવ્યા છે. ડાકોરથી શરૂ થયેલી આ વડ વૃક્ષ યાત્રા 25 જાન્યુઆરી 2025ના રોજ ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં વિરમશે. જોકે, એક પ્રકૃતિપ્રેમી તરીકેની યાત્રા તો વણથંભી જ રહેશે તેવું હિરલબેન ઠાકર જણાવે છે.

કૃષ્ણવડની પસંદગી શા માટે કરવામાં આવી?

વૃક્ષારોપણ માટે હાલોલ નગરપાલિકાએ કૃષ્ણવડની જ શા માટે પસંદગી કરી એ અંગે જણાવતાં હિરલબેન ઠાકર જણાવે છે કે, “પ્રકૃતિ એ પરમાત્મા છે. સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિને પૂજવામાં આવે છે. ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં પોતાને વૃક્ષોમાં અશ્વસ્થ એટલે કે પીપળો પોતે છે એવું જણાવ્યું છે. કૃષ્ણ સાથે જોડાયેલા વૃક્ષ એટલે કૃષ્ણવડ. વડ તો ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. એટલે જ આ દુર્લભ વનસ્પતિના સંરક્ષણનો સંદેશ પહોંચાડવો જરૂરી છે.”

અનેક ઔષધિય ગુણો ધરાવતા કૃષ્ણવડનું બીજું નામ માખણ કટોરા વડ કઈ રીતે પડ્યું?

વડની ખાસિયત એ છે કે, તેમાં અનેક ઔષધિય ગુણો હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. ચર્મ રોગ, દાંતના રોગ, પેટના રોગ, ડાયાબિટીસ વગેરેના નિવારણ માટે વડ ખૂબ જ ઉપયોગી છે. વડના પાંદડામાં પ્રોટીન, ફાઈબર, કૅલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલાં છે અને હિંદુ ધર્મમાં તો વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. વડવાઈનું દાતણ હલતા દાંત ચોંટાડી આપે છે અને નિઃસંતાન સ્ત્રીઓ માટે વડનું દૂધ દવા સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. વડના ફળ ઉપર કેટલાંય પંખીઓ નભે છે. કૃષ્ણવડ પણ વડની જ એક દુર્લભ પ્રજાતિ છે, જેને સંપૂર્ણ વિકસિત થવામાં વર્ષો લાગે છે. રસપ્રદ વાત એ છે કે, કૃષ્ણવડ સાથે એવી લોકવાયકા જોડાયેલી છે કે તેના પાંદડા વળી ગયેલા એટલે કે કટોરા પ્રકારના હોવાથી ભગવાન કૃષ્ણ એમાં માખણ સંતાડીને ખાતાં હતાં અને એટલે જ કૃષ્ણવડને માખણ કટોરા વડ પણ કહેવામાં આવે છે.

  1. કચ્છમાં પ્રવાસન સીઝન પૂરબહારમાં ખીલી : પ્રવાસીઓનો ધસારો, ફ્લાઇટ ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા
  2. અમરેલી પંથકના આ પશુપાલકની ગીર ગાય 4 લાખમાં વેંચાઈ, પશુપાલનના વ્યવસાયમાં કાઢ્યું કાઠું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.