અયોધ્યા : ભગવાન રામલલાને દેશભરમાંથી વિવિધ પ્રકારની વિશેષ ભેટ આપવામાં આવી રહી છે. આ ક્રમમાં બુધવારે 1100 કિલોનું નગારું અયોધ્યા આવી પહોંચ્યું હતું. 33 ફૂટના નગારાની ઊંચાઈ 6 ફૂટ છે અને જ્યારે તેને વગાડવામાં આવશેે, ત્યારે તેનો પડઘો ઘણા કિલોમીટર સુધી સંભળાશે. મધ્યપ્રદેશના રીનવા જિલ્લામાંથી શિવ બારાત જન કલ્યાણ સમિતિનું એક જૂથ નાચતા, ગાતા અને ધાર્મિક નારા લગાવતા અયોધ્યા પહોંચ્યા અને રામસેવક પુરમ ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નગારું સોંપ્યું હતું.
ગંગાજમની સંસ્કૃતિનું ઉદાહરણ : સમિતિનો દાવો છે કે આ નગારું વિશ્વનું સૌથી મોટું નગારું છે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. સમિતિના મધ્યપ્રદેશના સચિવ પ્રતીક મિશ્રાએ જણાવ્યું કે ત્રણ મહિનામાં તૈયાર કરવામાં આવેલા આ નગારાને બનાવવામાં અલીગઢ, કાનપુર અને પ્રયાગરાજના કારીગરો શામેલ હતાં. મુસ્લિમ કારીગરોએ પણ આમાં ફાળો આપ્યો છે, જે પોતે જ ગંગાજમની સંસ્કૃતિનું ઉદાહરણ છે. અયોધ્યાના રામલલાને ગિફ્ટમાં મળેલ નગારાનો ઉચિત ઉપયોગ કરવામાં આવશે.
ત્રણ મહિનાનો સમય લાગ્યો : શિવ બારાત જન કલ્યાણ સમિતિ, રીવાના સેક્રેટરી પ્રતીક મિશ્રાએ જણાવ્યું કે આ નગારું વિશ્વનું સૌથી મોટું નગારું છે. અમે આ મધ્યપ્રદેશના રીવાથી લાવ્યા છીએ. નગારાની ટોચનો પરિઘ 33 ફૂટ છે અને તેની ઊંચાઈ 6 ફૂટ છે. આ નગારાનું વજન 1100 કિલો છે. આ નગારું તૈયાર કરવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. આ નગારાના ઉત્પાદનમાં મધ્યપ્રદેશના રીવા સહિત અલીગઢ, કાનપુર અને પ્રયાગરાજના કારીગરોએ તેને તૈયાર કર્યું છે. એટલું જ નહીં મુસ્લિમ કારીગરોએ પણ તેને બનાવ્યું છે. આ ડ્રમ હવે અયોધ્યાના ભગવાન રામને સમર્પિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે મહાશિવરાત્રીના દિવસે 5100 કિલો ખીચડી બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારથી મારા મગજમાં કંઈક બીજું કરવાનું આવ્યું. નગારું લઈને રીવાથી અયોધ્યા આવ્યાં છીએ.
ઓડિશાના ભક્તે પ્લાયવુડ પર કોતરેલી હનુમાન ચાલીસા અર્પણ કરી : તો રામલલાને ઓડિશાના ભક્તે પણ કિમતી ભેટ આપી છે. ઓડિશાના ગંજમ જિલ્લાના અરુણકુમારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને 6 ફૂટ 9 ઇંચ પ્લાયવુડ પર કોતરેલી હનુમાન ચાલીસા સમર્પિત કરી. તેમણે કહ્યું કે પ્લાયવુડ પર હનુમાન ચાલીસા બનાવવામાં 3 મહિના લાગ્યા અને આજે તેને રામ મંદિરમાં સમર્પિત કરવામાં આવી છે. રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ શ્રદ્ધાનું સન્માન રાખવા છે. આ તમામ ગિફ્ટ્સ અહીં રાખવામાં આવશે, ત્યારબાદ જ્યાં જરૂર હશે ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે.