ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: ફારૂક, ઓમર કે કવિંદર ગુપ્તા કોણ બનશે J&Kના નવા મુખ્યમંત્રી? પરિણામ પર નેતાઓની નજર

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામ રાષ્ટ્રીય દળો માટે મહત્વપૂર્ણ છે. તો CM પદને લઈને પણ અટકળો લગાવાઈ રહી છે.

જમ્મુ અને કાશ્મીરના આગામી મુખ્યમંત્રી કોણ બનશે (પ્રતિકાત્મક ફોટો)
જમ્મુ અને કાશ્મીરના આગામી મુખ્યમંત્રી કોણ બનશે (પ્રતિકાત્મક ફોટો) (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2024, 1:41 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા તેના નિષ્કર્ષ તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક ટ્રેન્ડ્સ નેશનલ કોન્ફરન્સ (NC) ની સંભવિત જીત તરફ ઈશારો કરી રહ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 23 સીટો પર અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) 8 સીટો પર આગળ ચાલી રહી છે. આ દરમિયાન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ત્રણ સીટો પર આગળ ચાલી રહી છે. જો કે આ આંકડા દર્શાવે છે કે એનસી અને કોંગ્રેસનો બનેલો ઈન્ડિયા બ્લોક 90 સભ્યોની વિધાનસભામાં 46 સીટોનો જાદુઈ આંકડો સરળતાથી પાર કરવા જઈ રહ્યો છે, પરંતુ આગામી મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્નનો જવાબ હજુ મળવાનો બાકી છે.

લીડ મળવા છતાં NCએ CMની જાહેરાત ન કરી: NCને લીડ મળી હોવા છતાં, કોઈપણ મોટા રાજકીય પક્ષે તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી નથી. NC અને PDP જેવા શક્તિશાળી પક્ષોના નેતાઓ પણ અગાઉ મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે. જો કે આ પક્ષોએ પણ મુખ્યમંત્રી પદને લઈને કોઈ ખુલાસો કર્યો નથી.

ઓમર અબ્દુલાને જીતની આશા: નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આજે મતગણતરી ચાલી રહી છે અને અમને આશા છે કે અમે વિજયી થઈશું. આગળ કહ્યું કે, મને શરૂઆતના ટ્રેન્ડ પર વિશ્વાસ નથી, લોકસભા ચૂંટણી દરમિયાન શું થયું તે તમને યાદ હશે. હું પહેલા આગળ હતો, પછી હારી ગયો.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે વધુ સારા પરિણામો મેળવવાની આશા સાથે આ ગઠબંધન કર્યું છે. મતોની ગણતરી પૂર્ણ થવા દો અને પરિણામો બહાર આવ્યા પછી, પક્ષો સાથે બેસીને તેમની ભાવિ રણનીતિ નક્કી કરશે. કોંગ્રેસ અને PDPના પ્રતિનિધિઓએ પણ આ જ મુદ્દાને પુનરાવર્તિત કર્યો અને કહ્યું કે, આગામી મુખ્યમંત્રી વિશે કોઈ ચોક્કસ ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે.

આ વખતે PDP કિંગમેકરની ભૂમિકામાં નહીં: તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરનો રાજકીય માહોલ હંમેશા અણધાર્યો રહ્યો છે. 2014ની ચૂંટણીમાં ભાજપે પીડીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. NC 2008માં કોંગ્રેસના સમર્થનથી સત્તામાં આવી હતી અને 2002માં કોંગ્રેસ-પીડીપી ગઠબંધને સરકારનું નેતૃત્વ કર્યું. ટ્રેન્ડ અનુસાર, પીડીપી આ વખતે કિંગમેકરની ભૂમિકા ભજવી શકશે નહીં, તેમ છતાં તેણે અલગ-અલગ સમયે કોંગ્રેસ અને ભાજપ બંનેને સમર્થન આપ્યું છે.

ભાજપે પણ ખુલ્લા રાખ્યા તમામ વિકલ્પો: ભાજપ પણ ટોચના પદ માટે પોતાના ઉમેદવારનું નામ આપવામાં ખચકાય છે. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીઓ કવિન્દર ગુપ્તા અને નિર્મલ સિંહ તેમજ લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈના જેવા અગ્રણી નેતાઓ હોવા છતાં, પાર્ટીએ તેના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. જ્યારે ઓમર અબ્દુલ્લા એનસી તરફથી સંભવિત દાવેદાર છે, પાર્ટીએ સત્તાવાર રીતે તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા નથી.

આ પણ વાંચો:

  1. હરિયાણા ચૂંટણી પરિણામ: સત્તા વિરોધી લહેર છતાં ટ્રેન્ડમાં કોંગ્રેસ કેમ પાછળ રહી ગઈ?
  2. લાઈવ ચૂંટણી પંચના ડેટા અનુસાર, ઈન્ડીયા ગઠબંધનને ટ્રેન્ડમાં બહુમતી, મતગણતરી ચાલુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.