હૈદરાબાદ: દેશભરમાં ચોમાસાની ઋતુ સમાપ્ત થવાના આરે છે. સામાન્ય રીતે જૂન-જુલાઇથી શરૂ થતી ચોમાસાની ઋતુ સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થાય છે. જોકે હાલ સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થઈ ગયો છે અને ઓકટોબર મહિનાની શરૂઆત થઈને અંદય સુધી પહોંચવામાં આવ્યો છે, ત્યારે ચોમાસું હજી વિદાય લેવાનું નામ લેતું નથી. દેશના ઉત્તર રાજ્યોમાં ચોમારું ઉતારી રહ્યું છે. તો બીજી તરફ દક્ષિણ રાજ્યોમાં એલર્ટની પરિસ્થિતિ છે.
ભારતીય હવામાન વિભાગના રજૂ કરેલ ડેટા અનુસાર 15 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. આ માહિતી અનુસાર 15 ઓક્ટોબરે તામિલનાડુમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેથી અહીં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે તટવર્તી આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટકમાં મધ્યમ વરસાદ એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કોંકણ અને ગોવામાં યેલો એલર્ટ સાથે તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે.
Rainfall Warning : 15th October 2024
— India Meteorological Department (@Indiametdept) October 15, 2024
वर्षा की चेतावनी : 15th अक्टूबर 2024 #rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #kerala #Tamilnadu #AndhraPradesh #maharastra #karnataka #konkan #Goa@moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive@KeralaSDMA @tnsdma… pic.twitter.com/oh6pABIPog
ભારતીય હવામાન વિભાગના રજૂ કરેલ ડેટા અનુસાર 16 ઓક્ટોબરે પણ તમિલનાડુ, તટવર્તી આંધ્ર પ્રદેશમાં રેડ એલર્ટ છે. જ્યારે કેરળ, કર્ણાટક અને તટવર્તી કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કોંકણ અને ગોવામાં યલો એલર્ટ સાથે તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે.
Rainfall Warning : 16th October 2024
— India Meteorological Department (@Indiametdept) October 15, 2024
वर्षा की चेतावनी : 16th अक्टूबर 2024#rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #kerala #Tamilnadu #AndhraPradesh #maharastra #karnataka #konkan #Goa@moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive@KeralaSDMA @tnsdma… pic.twitter.com/wYCVPLlXil
ભારતીય હવામાન વિભાગના રજૂ કરેલ ડેટા અનુસાર 17 અને 18 ઓક્ટોબરે પરિસ્થિતિ શાંત થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યાં કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં મધ્યમ વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. અને બાકીના અન્ય વિસ્તારોમાં તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે. ઉપરાંત 18 ઓક્ટોબરે માત્ર કોસ્ટલ કર્ણાટકમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
Rainfall Warning : 17th October and 18th October 2024
— India Meteorological Department (@Indiametdept) October 15, 2024
वर्षा की चेतावनी : 17th अक्टूबर और 18th अक्टूबर 2024#rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #kerala #Tamilnadu #AndhraPradesh #maharastra #karnataka@moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive… pic.twitter.com/czAskwfbxz
આ પણ વાંચો: