ETV Bharat / bharat

વાયનાડ પેટાચૂંટણી 2024: રાહુલ-પ્રિયંકાના ફોટોવાળી ફૂડ કીટ મામલે કેસ નોંધાયો - RAHUL AND PRIYANKA GANDHI CASE

કેરળમાં વાયનાડ પેટાચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. આચારસંહિતા ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

પ્રિયંકા અને રાહુલ ગાંધીની તસવીર
પ્રિયંકા અને રાહુલ ગાંધીની તસવીર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 6:09 PM IST

વાયનાડ: કોંગ્રેસ નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધીની તસવીર વાળી કીટ મુદ્દે કેસ નોંધવામાં આવ્યો છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણી પહેલા UDF ઉમેદવાર પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તસવીરો અને ચૂંટણી ચિન્હ ધરાવતી ખાદ્ય ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

તિરુનેલ્લી પોલીસે મનંતવડી ન્યાયિક પ્રથમ વર્ગ મેજિસ્ટ્રેટ કોર્ટની પરવાનગીથી કેસ નોંધ્યો છે. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે કીટ જપ્ત કરી લીધી હતી. પોલીસે થોલપેટ્ટી વેનાત હાઉસના વતની કોંગ્રેસ મતવિસ્તારના પ્રમુખ વીએસ શશીકુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

કોંગ્રેસના નેતા શશીકુમારના થોલપેટ્ટીના નિવાસસ્થાન પાસેની એક મિલમાં કથિત રીતે એકત્રિત કરાયેલી કિટ, મેપ્પડી, મુંડાકાઈ અને ચુરલમાલા જેવા વિસ્તારોમાં ભૂસ્ખલનથી પ્રભાવિત રહેવાસીઓમાં વહેંચવાની હતી.

મળતી માહિતી મુજબ, ચા, ખાંડ, ચોખા અને અન્ય કરિયાણાથી ભરેલી કીટમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમડી કે શિવકુમારની તસવીરો હતી. આ કીટ સ્થાનિક કોંગ્રેસ નેતાના નિવાસસ્થાન પાસે આવેલી આટા મિલમાંથી જપ્ત કરવામાં આવી હતી.

સત્તાધારી ડાબેરી પક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, 13 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં કોંગ્રેસની તરફેણમાં મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસરૂપે આ કિટ વિતરણ માટે લાવવામાં આવી હતી. જો કે, કોંગ્રેસે કહ્યું કે, આ એ જ કીટ છે જે 30 જુલાઈએ વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનામાં બચેલા લોકોને વહેંચવા માટે લાવવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. "જ્યાં કોંગ્રેસની સરકાર, તે રાજ્ય 'શાહી પરિવાર'નું ATM બની જાય છે", મહાવિકાસ અઘાડી પર વરસ્યા PM મોદી
  2. 'જો મેં ક્યારેય કોર્ટમાં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો કૃપા કરીને મને માફ કરો'- CJIએ તેમના કામકાજના છેલ્લા દિવસે કહ્યું

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.