ઉન્નાવ: ઉત્તર પ્રદેશમાં આયોજિત પોલીસ ભરતી પરીક્ષાના બીજા દિવસે રવિવારે (18 ફેબ્રુઆરી 2024) એક મહિલાએ પરીક્ષા દરમિયાન બાળકીને જન્મ આપ્યો હતો. (Unnao woman gave birth to child during Exam). કંચન નગર સ્થિત એક કેન્દ્રમાં મહિલા પરીક્ષા આપી રહી હતી. ત્યારબાદ અચાનક મહિલાને પેટમાં દુખાવો થવા લાગ્યો. તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર સ્ટાફે મહિલાની ડિલિવરી કરાવી હતી.
પરીક્ષા દરમિયાન મહિલાને લેબરપેઈન: ઉન્નાવના બીઘાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાટણ ગામની રહેવાસી મહિલા ઉમેદવારનું નામ સુનિતા છે. તે ઉન્નાવના ગંગા ઘાટ કોતવાલી વિસ્તારમાં સ્થિત કંચન નગર વિસ્તારમાં સ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી મિશન ઇન્ટર કોલેજ પહોંચી હતી. તે યુપી કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષાનું પેપર આપવા આવી હતી. પરીક્ષા દરમિયાન તેને અચાનક પ્રસુતિનો દુખાવો શરૂ થયો. તેણે રૂમ ઈન્સ્પેક્ટરને આ વાતની જાણ કરી હતી.
બાળકીને આપ્યો જન્મ: આ પછી રૂમ ઈન્સ્પેક્ટરે કેન્દ્રના સંચાલક અને ઉચ્ચ અધિકારીઓને મહિલા વિશે જાણ કરી. આ પછી મહિલાને ડિલિવરી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. ત્યાં કોઈ મહિલા આરોગ્ય કાર્યકર હાજર ન હોવાથી, પુરૂષ આરોગ્ય કર્મચારીઓ તેને ડિલિવરી રૂમમાં લઈ ગયા અને તેની પ્રસૂતિ કરાવી હતી, જ્યાં મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો.
પતિનુંં રોડ અકસ્માતમાં મોત: બાળકીના જન્મ બાદ મહિલાના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે સુનીતાના પતિ દીપુનું સપ્ટેમ્બર 2023માં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 9 મહિનાની પ્રેગ્નન્સી પછી તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંને સ્વસ્થ છે.