ETV Bharat / bharat

આ મહિલાની બહાદુરીને સલામ! પોતાના પતિને બચાવવા વાઘ સાથે ભીડી બાથ - TELANGANA BRAVE WOMAN

તેલંગાણાના આસિફાબાદમાં વાઘના હુમલા બાદ એક મહિલાએ બહાદુરી બતાવીને તેના પતિને મોતના મુખમાંથી બચાવ્યો હતો.

આ મહિલાની બહાદુરીને સલામ! પોતાના પતિને બચાવવા વાઘ સાથે ભીડી બાથ
આ મહિલાની બહાદુરીને સલામ! પોતાના પતિને બચાવવા વાઘ સાથે ભીડી બાથ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2024, 5:10 PM IST

આસિફાબાદ: તેલંગાણાના કુમુરમ ભીમ આસિફાબાદ જિલ્લામાં શનિવારે વાઘના હુમલામાં એક ખેડૂત ઘાયલ થયો હતો. આ ઘટના સિરપુર મંડલના ડુબાગુડામાં બની હતી. જણાવવામાં આવ્યું કે, વાઘના હુમલા બાદ ખેડૂત સુરેશની પત્ની સુજાતાએ અસાધારણ હિંમત બતાવી હતી, જેણે પોતાના પતિ રાઉથુ સુરેશને મોતથી બચાવવા વાઘ સાથે લડાઈ કરી.

આ ચોંકાવનારી ઘટના શનિવારે સવારે બની જ્યારે સુજાતા નજીકના ખેતરમાં કપાસ વીણી રહી હતી અને તેનો પતિ સુરેશ બળદગાડા સાથે ત્યાં પહોંચ્યો હતો, તેને ખબર ન હતી કે, નજીકમાં એક વાઘ સંતાયો છે. જેવો જ સુરેશ નજીક આવ્યો કે તરત જ વાઘે તેના પર હુમલો કર્યો અને તેના પંજા વડે તેના ગળા પર હુમલો કર્યો, જેના કારણે સુરેશ બેભાન થઈ ગયો.

આ મહિલાની બહાદુરીને સલામ! પોતાના પતિને બચાવવા વાઘ સાથે ભીડી બાથ
આ મહિલાની બહાદુરીને સલામ! પોતાના પતિને બચાવવા વાઘ સાથે ભીડી બાથ (Etv Bharat)

સુજાતા, જે માત્ર 15 મીટર દૂર હતી, તે પોતાના પતિ પર વાઘે કરેલા હુમલાથી હેબતાઇ ગઇ. જો કે, તેનો ડર ટૂંક સમયમાં હિંમતમાં બદલાઈ ગયો. નજીકમાં પડેલા પથ્થર અને લાકડી વડે સુજાતા બૂમો પાડીને વાઘ પર હુમલો કર્યો, જેથી વાઘ ભાગી ગયો. આ રીતે સુજાતાએ તેના પતિને મોતના મુખમાંથી બચાવ્યો હતો.

આ પછી, નજીકના ખેતરોમાં કામ કરતા ખેડૂતોની મદદથી, તેણે સુરેશને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેની સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે.

જો મેં એક ક્ષણ માટે પણ વિલંબ કર્યો હોત...

આ ઘટનાને યાદ કરતાં સુજાતાએ કહ્યું, "મેં મારી સુરક્ષા વિશે વિચાર્યું ન હતું. મેં ફક્ત મારા પતિને બચાવવા વિશે વિચાર્યું હતું. જો મેં એક ક્ષણ માટે પણ વિલંબ કર્યો હોત અથવા ખચકાટ કર્યો હોત, તો કદાચ મેં તેને ગુમાવ્યો હોત."

હવે સુજાતાની બહાદુરીની તુલના પૌરાણિક કથાઓ સાથે કરવામાં આવી રહી છે. તેના વિસ્તારમાં તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી, કારણ કે, આવી ઘટના અસાધારણ સંજોગોમાં સામાન્ય લોકોની તાકાત અને હિંમતનો પુરાવો છે.

આ પણ વાંચો:

  1. સુરતમાંથી પકડાયો બાંગ્લાદેશી નાગરિક: પોલીસે અનેક નકલી ઓળખ કાર્ડ સાથે કરી તેની ધરપકડ
  2. ચક્રવાત ફેંગલ નબળું પડ્યું, છતાં તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ ચાલુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.