નવી દિલ્હીઃ પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષનું વયે નિધન થયું છે. હૃદયની તકલીફ બાદ તેમને સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સીઆર પાટીલે ઝાકિર હુસૈનના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેન્દ્રીય મંત્રી પાટીલે એક્સ પર એક પોસ્ટમાં તેમને શ્રદ્ધાજંલિ પાઠવતા લખ્યુ કે 'પ્રસિદ્ધ તબલાવાદક અને ભારતીય સંગીતના અદ્વિતિય સાધક પદ્મ વિભૂષણ ઉસ્તાદ જાકિર હુલૈનના નિધનના સમાચારથી અત્યંત દુ:ખ થયું છે.
તેમનું સંગીત ભારતીય સંસ્કૃતિની આત્મા સાથે સંવાદ કરતો હતો અને વિશ્વભરમાં ભારતની ઓળખને સ્વર આપતો હતો. તબાલાની દરેક થાપમાં તેમની સાધના અને અજોડ કળાની ઉંડાણ હતું'.
STORY | Tabla maestro Zakir Hussain admitted to ICU in San Francisco
— Press Trust of India (@PTI_News) December 15, 2024
READ: https://t.co/sLY8cIBoYj pic.twitter.com/fsCDGRwN70
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો: તબલાના જાદુગર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન સંગીત જગત માટે મોટી ખોટ છે. તેઓ તેમની અસાધારણ સર્જનાત્મકતા અને સંશોધનાત્મકતા માટે જાણીતા હતા. તેણે વિશ્વભરના સંગીત પ્રેમીઓની પેઢીઓને મોહિત કરી છે. તેઓ ભારત અને પશ્ચિમની સંગીત પરંપરાઓ વચ્ચેનો સેતુ હતા. મને તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાનું સૌભાગ્ય મળ્યું. હું તેમના પરિવારના સભ્યો અને તેમના અસંખ્ય ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
Deeply saddened by the passing of the legendary tabla maestro, Ustad Zakir Hussain Ji. He will be remembered as a true genius who revolutionized the world of Indian classical music. He also brought the tabla to the global stage, captivating millions with his unparalleled rhythm.…
— Narendra Modi (@narendramodi) December 16, 2024
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો: મહાન તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ક્રાંતિ કરનાર સાચા પ્રતિભા તરીકે તેમને યાદ કરવામાં આવશે. તેમણે તબલાને વૈશ્વિક મંચ પર પણ લાવ્યા અને લાખો લોકોને પોતાની અજોડ લયથી મંત્રમુગ્ધ કર્યા. આ દ્વારા, તેમણે વૈશ્વિક સંગીત સાથે ભારતીય શાસ્ત્રીય પરંપરાઓને એકીકૃત રીતે મિશ્રિત કરી, આમ તેઓ સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બન્યા.
તેમના આઇકોનિક પર્ફોર્મન્સ અને ભાવપૂર્ણ રચનાઓ સંગીતકારો અને સંગીત પ્રેમીઓની પ્રેરણાદાયી પેઢીઓમાં યોગદાન આપશે. તેમના પરિવાર, મિત્રો અને વૈશ્વિક સંગીત સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ.
આ ઉપરાંત જાણીતા સાઉથ સુપરસ્ટાર કમલ હસને પણ ટ્વીટ કરીને ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તો પંડિત વિશ્વ મોહન ભટ્ટે પણ ઝાકિર હુસૈન સાથેની તસવીર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
The demise of tabla wizard Ustad Zakir Hussain is a great loss to the world of music. He was known for his extraordinary creativity and inventiveness. He mesmerised generations of music lovers across the world. He was a bridge between the musical traditions of India and the West.…
— President of India (@rashtrapatibhvn) December 16, 2024
પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત
પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઝાકિર હુસૈન એવા પહેલા ભારતીય તબલાવાદક છે જેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
Zakir Bhai ! He left too soon. Yet we are grateful for the times he gave us and what he left behind in the form of his art.
— Kamal Haasan (@ikamalhaasan) December 16, 2024
Goodbye and Thank you.#ZakirHussain pic.twitter.com/ln1cmID5LV
3 વર્ષની ઉંમરે તબલા વગાડવાની તાલીમ શરૂ કરી
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 1951માં જન્મેલા ઝાકિર હુસૈને માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આટલું જ નહીં, તેમણે 7 વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શરૂ કરી દીધું હતું. 11 વર્ષની ઉંમરે ઝાકિર હુસૈને અલગ-અલગ જગ્યાએ પોતાના પ્રોગ્રામ આપવાનું શરૂ કર્યા હતાં.