ETV Bharat / bharat

Worship Act: વર્શિપ એક્ટની માન્યતાને પડકારતી અરજી પર "સુપ્રીમ" સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં વર્શિપ એક્ટની માન્યતાને પડકારતી અરજી પર સુનાવણી કરવામાં આવી. આ દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતમાં આજે ગુરુવારના રોજ પૂજા સ્થાન (વિશેષ જોગવાઈ) અધિનિયમ, 1991 ની માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરવામાં આવી. આ દરમિયાન કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે, "અમે કેન્દ્રના જવાબ વિના આ અંગે નિર્ણય નહીં કરી શકીએ."

વર્શિપ એક્ટની માન્યતાને પડકારતી અરજી : વર્શિપ એક્ટ 15 ઓગસ્ટ, 1947 પછીના પૂજા સ્થાનના ધાર્મિક પાત્રમાં કોઈપણ પ્રકારના ફેરફારને પ્રતિબંધિત કરે છે. અરજીઓમાં પૂજા સ્થાન અધિનિયમ કાયદાને પડકારતા કહેવામાં આવ્યું કે, આ અધિનિયમ હિંદુઓ, જૈનો, બૌદ્ધો અને શીખોના તેમના 'પૂજા અને તીર્થસ્થાનો'ને પુનઃસ્થાપિત કરવાના અધિકારો છીનવી લે છે, જે આક્રમણકારો દ્વારા નાશ પામ્યા હતા.

મસ્જિદોના સર્વેની માંગણી પણ મોટો નિર્દેશ : આ સિવાય સુપ્રીમ કોર્ટે દેશભરની અદાલતોને મસ્જિદોના સર્વેક્ષણની માંગણી કરતી અરજી પર કોઈપણ નવા કેસ અથવા અરજી સ્વીકારવા અથવા તેના પર આદેશ આપવા પર રોક લગાવી છે. આ અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું, "હાલના કેસોમાં પણ સર્વેક્ષણ અથવા અન્ય કોઈપણ અસરકારક હુકમ પસાર કરવામાં આવશે નહીં."

કોણે અરજી દાખલ કરી હતી ? આ અરજી કાશીના રાજવી પરિવારની પુત્રી મહારાજા કુમારી કૃષ્ણ પ્રિયા, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી, પૂર્વ સાંસદ ચિંતામણી માલવીયા, નિવૃત્ત આર્મી ઓફિસર અનિલ કાબોત્રા, એડવોકેટ ચંદ્રશેખર, વારાણસીના રહેવાસી રુદ્ર વિક્રમસિંહ, ધાર્મિક નેતા સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતી, મથુરા નિવાસી દેવકીનંદન ઠાકુર જી અને ધાર્મિક ગુરુ અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય સહિત અન્યો દ્વારા દાખલ કરવામાં આવી હતી.

અરજદારોનો દાવો શું ? અરજદારોનો દાવો છે કે, આ અધિનિયમ બિનસાંપ્રદાયિકતા અને કાયદાના શાસનના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. સાથે જ તે કોર્ટનો સંપર્ક કરવા અને ન્યાયિક ઉપાયો મેળવવાનો તેમનો અધિકાર છીનવી લે છે. આ કાયદો તેમને પોતાના પૂજા સ્થાન અને તીર્થસ્થળોના સંચાલન, જાળવણી અને સંચાલનના અધિકારથી વંચિત રાખે છે.

જમીયત ઉલમા-એ-હિંદે કરી વળતી અરજી : બીજી તરફ જમીયત ઉલમા-એ-હિંદે પણ હિંદુ અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીને પડકારતી અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું કે, આ કાયદા વિરુદ્ધની અરજી પર વિચાર કરવાથી સમગ્ર ભારતમાં અસંખ્ય મસ્જિદો સામે કેસ થશે. ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે 1991ના કાયદાની કેટલીક જોગવાઈઓની માન્યતાને પડકારતી અરજીના બેચનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી.

જ્ઞાનવાપી સંકુલમાં મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ પણ આ મામલે હસ્તક્ષેપની અરજી દાખલ કરી અને પ્લેસ ઓફ વર્શિપ એક્ટને પડકારતી અરજીને બરતરફ કરવાની માંગ કરી છે.

  1. બાર કાઉન્સિલની ચૂંટણી લડતા રોકવાનો કાયદા પર સુપ્રીમ સુનાવણી
  2. ED અનુસૂચિત ગુનામાં FIR વિના સંપત્તિ જપ્ત કરી શકે છે કે નહીં?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.