મુંબઈઃ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું છે. BSEનો સેન્સેક્સ 426 પોઈન્ટના ઘટાડા સાથે 79,924.77 પર અને NSEનો નિફ્ટી 0.45 ટકાના ઘટાડા સાથે 24,323.20 પર બંધ થયો.આ ઘટાડાને કારણે રોકાણકારોને રૂ. 7 લાખ કરોડનું નુકસાન થયું છે.
ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સઃ આજના ટ્રેડિંગ દરમિયાન એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ડિવિસ લેબ્સ ટોપ ગેનર્સ જ્યારે એમ એન્ડ એમ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, ટીસીએસ અને હીરો મોટોકોર્પ ટોપ લૂઝર્સ રહ્યા હતા. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો. ઓટો, બેન્ક, કેપિટલ ગુડ્સ, આઈટી, ટેલિકોમ, મીડિયા અને મેટલ સેક્ટર 0.4 થી 2 ટકા વચ્ચે ઘટ્યા હતા, જ્યારે એફએમસીજી, હેલ્થકેર, પાવર અને ઓઈલ એન્ડ ગેસ જેવી કંપનીઓએ ગ્રીન ઝોનમાં બિઝનેસ કર્યો હતો. બુધવારે ભારતીય રૂપિયો મામૂલી ઘટાડા સાથે 83.53 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો, જ્યારે મંગળવારે તે 83.49 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.
માર્કેટ ઓપનિંગઃ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ફ્લેટ શરુ થયું હતું. BSEનો સેન્સેક્સ 91 પોઈન્ટના ઘટાડા સાથે 80,258.36 પર અને NSEનો નિફ્ટી 0.11 ટકાના વધારા સાથે 24,459.85 પર શરુ થયો હતો. ઓપનિંગના થોડા સમય બાદ જ માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. કાર ઉત્પાદક મારુતિ સુઝુકીની હાલની તેજીના કારણે બુધવારે ટ્રેડિંગની શરૂઆતમાં ભારતીય શેરબજારો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. જો કે, ફાયનાન્સિયલ શેર્સમાં નબળાઈને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો ટૂંક સમયમાં આ ઊંચાઈથી નીચે આવી ગયા હતા.