નવી દિલ્હીઃ મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં IPLની મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. તેને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા. જ્યારે દરેકની નજર વિજેતા ટીમ પર હતી, ત્યારે સ્ટેડિયમમાં લગાવવામાં આવેલા કેમેરાએ કેટલીક તસવીરો કેદ કરી હતી. જે આ પહેલા સ્ટેડિયમમાં ભાગ્યે જ જોવા મળી હતી.
સમર્થકોએ લગાવ્યા નારા: મેચ દરમિયાન કેટલાક લોકોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં નારા લગાવ્યા હતા. સૂત્રોચ્ચાર કરતા જૂથ પીળા ટી-શર્ટ પહેરીને સ્ટેડિયમ પહોંચ્યું હતું, જેના પર "જેલનો જવાબ વોટ" લખેલું હતું. લોકોએ મતદાન કરીને જેલનો જવાબ આપો જેવા નારા પણ લગાવ્યા હતા. જેના કારણોસર અન્ય દર્શકોને મુશ્કેલી પડી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી નારેબાજી કરી રહેલા દર્શકોની અટકાયત કરી હતી. જોકે બાદમાં કાર્યવાહી કરીને તેને છોડી મુકવામાં આવ્યા હતાં.
જેલનો જવાબ વોટ: મળતી માહિતી મુજબ નારેબાજી કરનારા યુવકો અને યુવતીઓ આમ આદમી પાર્ટીની છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકર્તા હતાં. આ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનું ટી-શર્ટ પહેર્યું હતું, જેના પર " જેલનો જવાબ વોટ " સૂત્રો લખેલા હતા. મેચની મધ્યમાં, તેઓ તેમના હાથમાં CYSSના ધ્વજ લઈને ઉભા હતા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. આ કારણે બીજા અન્ય દર્શકો તેમની તરફ જોવા લાગ્યા હતા. સૂત્રોચ્ચારનો આ વીડિયો આમ આદમી પાર્ટીના એક્સ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.
પોલીસે કરી સમર્થકોની અટકાયત: વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક-યુવતીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં નારા લગાવતા જોવા મળે છે. "અરવિંદ કેજરીવાલ ઝિંદાબાદ", "દિલ્હીના લાલ કેજરીવાલ", "વોટ દ્વારા જેલનો જવાબ" જેવા અનેક નારા લગાવવામાં આવી રહ્યા છે. આ પછી, પોલીસે કાર્યવાહી કરી અને સૂત્રોચ્ચાર કરી રહેલા દર્શકોની અટકાયત કરી હતી.
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ નીતિ કૌભાંડના આરોપમાં જેલમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21 માર્ચે તેની ધરપકડ કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી " જેલનો જવાબ વોટિંગથી " અભિયાન ચલાવી રહી છે.