મુંબઈઃ આજે સોમવારે વેપાર સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીનઝોનમાં બંધ થયું હતું. BSEનો સેન્સેક્સ 104 પોઈન્ટના વધારા સાથે 72,748 પર અને NSEનો નિફ્ટી 0.13 ટકાના વધારા સાથે 22,051 પર બંધ થયો હતું. આજે દિવસભર ટ્રેડિંગ દરમિયાન ટાટા સ્ટીલ, JSW, M&M, Tata Motor ટોપ ગેનર્સની યાદીમાં સ્થાન બનાવવા સફળ રહ્યા હતા. જ્યારે ટાટા કન્ઝ્યુમર, ઈન્ફોસિસ, યુપીઆઈએલ, ટીસીએસમાં ઘટાડા સાથે વેપાર થયો હતો.
ઈન્ડિયન ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે ફ્લેટ ટ્રેડ થયા હતા. જ્યારે મિડ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં પણ ખાસ કોઈ સુધારા વધારા નોંધાયા નહતા. સેક્ટર મુજબ વેપારમાં માત્ર PSU બેન્કો, મીડિયા અને ઓટોમાં તેજીનું ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જ્યારે બાકીનામાં પ્રોફિટ-બૂકિંગ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ડાઉન ટ્રેડ થયા હતા. જ્યારે કેપિટલ ગુડ્સ, ઓટો, મેટલ્સ, મીડિયા અને ઓઈલ એન્ડ ગેસ 0.5 થી 2 ટકા જ્યારે આઈટી, રિયલ્ટી અને એફએમસીજી 0.2થી 0.5 ટકા ડાઉન રહ્યા હતા.
ભારતીય રૂપિયામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગત સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે 82.88ની સરખામણીમાં થોડા ઘટાડા સાથે સોમવારે 82.91પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ફ્લેટ ખુલ્યું હતું. BSEનો સેન્સેક્સ 120 પોઈન્ટના ઘટાડા સાથે 72,522 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 0.23 ટકાના ઘટાડા સાથે 21,968 પર ખુલ્યો હતો. ઈન્ડિયન ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે ફ્લેટ ટ્રેડ થયા હતા. જ્યારે મિડ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં પણ ખાસ કોઈ સુધારા વધારા નોંધાયા નહતા.