નવી દિલ્હીઃ ભારતમાં વાહન વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વાહનોને સ્ક્રેપ કરવામાં આવ્યા છે. જેમાં લગભગ 61,000 સરકારી વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન જૂના વાહનોને રસ્તા પરથી હટાવવાના આ પ્રયાસમાં ઓટોમોબાઈલ કંપનીઓ પણ જોડાઈ છે. આ માટે વાહન કંપનીઓ જૂના વાહનોને સ્ક્રેપ કરીને નવી કાર ખરીદવા પર 1.5 થી 3.5 ટકા ડિસ્કાઉન્ટ આપવા સંમત થઈ છે.
નિતિન ગડકરીની અધ્યક્ષતામાં યોજાયેલી સોસાયટી ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) સાથે તાજેતરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આના દ્વારા જૂની કારોને સ્ક્રેપ કરવાથી બજારમાં નવા વાહનોની માંગ વધશે અને પ્રદૂષણ પર પણ અંકુશ આવશે.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની જૂની કારને સ્ક્રેપ કરીને નવી કાર ખરીદે તો તેને કેટલો ફાયદો થશે? તો ચાલો હવે તમને જણાવીએ કે તમે તમારી કારને સ્ક્રેપ કરીને કેટલા પૈસા બચાવી શકો છો.
જૂની કારથી કેટલો નફો થશે?: વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી 2021 મુજબ, જો કોઈ વ્યક્તિ રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ પ્લાન્ટમાં તેની જૂની કાર સ્ક્રેપ કરાવે છે, તો તેને પ્રમાણપત્ર મળે છે. આ પછી, જો તે વ્યક્તિ નવી કાર ખરીદે છે, તો આ પ્રમાણપત્ર બતાવવા પર, તેને નવી કાર પર લાગુ વાહન ટેક્સ પર 25 ટકા સુધીની છૂટ મળી શકે છે.
ડીલર ડિસ્કાઉન્ટ પણ મળશે: આટલું જ નહીં, જૂની કારને સ્ક્રેપ કરીને, તમને નવી કારની કિંમત પર 4 થી 6 ટકા મૂલ્ય મળે છે. તેમજ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સની સોસાયટીની બેઠકમાં, કાર કંપનીઓ 1.5 થી 3.5 ટકા ડિસ્કાઉન્ટ આપવા માટે પણ સંમત થઈ છે. આ ઉપરાંત, ગ્રાહકને નવી કાર ખરીદવા પર 5,000 થી 10,000 રૂપિયાનું વધારાનું ડીલર ડિસ્કાઉન્ટ પણ મળે છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં મંત્રાલયે ઓટોમોબાઈલ યુનિયનોને એક એડવાઈઝરી મોકલી હતી કે તેઓ તેમના સભ્યોને વાહનોને સ્ક્રેપ કરવાને બદલે નવા વાહનની ખરીદી પર 5 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવા કહે. જોકે, કંપનીઓ માત્ર સાડા ત્રણ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવા સંમત થઈ છે.
આ પણ વાંચો: