ETV Bharat / bharat

રતન ટાટા ઈચ્છતા હતા કે દુનિયા તેમને ઉદ્યોગપતિ તરીકે નહીં પરંતુ આવી વ્યક્તિના રૂપમાં યાદ રાખે... - RATAN NAVAL TATA PASSES AWAY

રતન ટાટા ક્યારેય અબજોપતિઓની કોઈપણ યાદીમાં દેખાયા નથી, જોકે તેમના નેતૃત્વમાં ટાટા જૂથના મીઠાંથી લઈને સ્ટીલ બનાવવા સુધીની દરેક બાબત સામેલ હતી.

રતન ટાટાની ફાઈલ તસવીર
રતન ટાટાની ફાઈલ તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2024, 11:13 AM IST

નવી દિલ્હી: ભારતના સૌથી મોટા ગ્રુપ, ટાટા જૂથના ચેરમેન રતન ટાટાનું 9 ઓક્ટોબર, બુધવારે નિધન થઈ ગયું. તેઓ 86 વર્ષના હતા. ઇન્ટરવ્યુ અને વાતચીતમાં, રતન ટાટા કહેતા હતા કે તેઓ એવા વ્યક્તિ તરીકે યાદ કરાય એમ ઈચ્છે છે જેણે બિઝનેસના શ્રેષ્ઠ હિતમાં કામ કર્યું હોય. 2014માં કોલકાતામાં ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ સ્ટડી ગ્રૂપ દ્વારા આયોજિત એક વાતચીતમાં રતન ટાટાએ કહ્યું હતું કે, "હું એવા વ્યક્તિ તરીકે યાદ કરાય એવું ઈચ્છું છું જેણે ક્યારેય બીજાને દુઃખ પહોંચાડ્યું નથી અને બિઝનેસના શ્રેષ્ઠ હિતમાં કામ કર્યું છે."

એક ઈન્ટરવ્યૂમાં રતન ટાટાએ કહી મનની વાત: ટાટા સન્સની વેબસાઈટ પરની તેમની પ્રોફાઇલ મુજબ, તેમની વિનમ્રતા માટે સન્માનિત, રતન ટાટાની તેમના પરોપકારી પ્રયાસો માટે પણ પ્રશંસા કરાઈ હતી, અને તેમની વ્યવસાયિક કુશળતા અને દૂરંદેશી નેતૃત્વ માટે વ્યાપકપણે આદર પામ્યા હતા. ફેબ્રુઆરી 2018માં, રતન ટાટાને એક ખાનગી ચેનલ પર સુહેલ શેઠને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, હું પરિવર્તન લાવનાર વ્યક્તિ તરીકે યાદ રહું એમ ઈચ્છું છું. કંઈ વધારે નહીં, કંઈ ઓછું નહીં...

બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા રતન ટાટા: આ અઠવાડિયાની શરૂઆતમાં, રતન ટાટાને ઉંમર સંબંધિત બિમારીઓને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની નાદુરસ્ત તબિયતના અહેવાલો વચ્ચે, બિઝનેસ ટાયકૂને કહ્યું હતું કે, ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ નિયમિત તબીબી તપાસ કરાવી રહ્યા છે.

1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા: રતન ટાટાએ 1991માં ટાટા ગ્રૂપના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો, લગભગ એક સદી પહેલા તેમના પરદાદા દ્વારા સ્થાપવામાં આવેલા વિશાળ સમૂહની દેખરેખ રાખી. તે હવે જૂથની દૈનિક કામગીરીમાં સામેલ ન હતા, પરંતુ નેતૃત્વ મોટાભાગે મોટા નિર્ણયો પર તેમની સલાહ માંગતું હતું.

ટાટા સોશિયલ મીડિયા - X અને Instagram પર સક્રિય હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના લગભગ 10.3 મિલિયન ફોલોઅર્સ હતા, જ્યાં તે માત્ર બે એકાઉન્ટને ફોલો કરે છે: સ્મોલ એનિમલ હોસ્પિટલ, મુંબઈ અને ટાટા ટ્રસ્ટ. X પર તેમના 13.3 મિલિયન ફોલોઅર્સ હતા, જ્યારે તેમણે 7 લોકોને ફોલો કર્યા જેમાં આનંદ મહિન્દ્રા, PM મોદી, બરાક ઓબામા અને મુંબઈની સ્મોલ એનિમલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

  1. ઉદ્યોગપતિ પદ્મ વિભૂષણ રતન ટાટાનું નિધન, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર
  2. જાણો ટાટાની સૌથી નજીકની વ્યક્તિ કોણ હતી, અહીં વાંચો તે કઈ કારમાં શાળાએ જતા હતા?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.