પંજાબ : અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર આજે બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ વ્યક્તિએ ગોળીબાર કર્યો, જોકે સુખબીર સિંહ બચી ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને પકડી લીધો હતો. હુમલાનું કારણ જાણી શકાયું નથી.
સુવર્ણ મંદિરમાં ફરી ગોળીબાર : મળતી માહિતી મુજબ સુખબીર સિંહ બાદલ સુવર્ણ મંદિરમાં 'સેવા' કરી રહ્યા હતા. તે શિરોમણી અકાલી દળના નેતા શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા જાહેર કરાયેલ ધાર્મિક દંડનું પાલન કરી રહ્યા હતા. સુખબીર સિંહ બાદલ સુવર્ણ મંદિરમાં સેવા આપી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિ ત્યાં પહોંચ્યો અને તેણે પોતાના ખિસ્સામાં છુપાવેલી પિસ્તોલ કાઢી અને ગોળી ચલાવી દીધી. જોકે, ત્યાં હાજર લોકોએ હુમલાખોરને પકડી લીધો હતો.
સુખબીર સિંહ બાદલ પર હુમલો : સદનસીબે ગોળી બીજી દિશામાં ગઈ અને બીજી તરફ લોકોએ હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ માટે લઈ ગયા હતા. હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ નારાયણ સિંહ ચૌરા જણાવવામાં આવી રહ્યું છે. હુમલાનું કારણ પણ જાણી શકાયું નથી. બીજી તરફ કોની સાથે દુશ્મની છે તે જાણવા લોકો ઉત્સુક છે.
#WATCH | Bullet fired at Golden Temple | Amritsar, Punjab: SGPC President Harjinder Singh Dhami says, " ...we will investigate this through our sources well. i think he (attacker) has been nabbed and taken away by police... guru ram das saved sukhbir singh badal...we are looking… pic.twitter.com/aR8yFrgncQ
— ANI (@ANI) December 4, 2024
ગોળીબાર કરનાર શખ્સ ઝડપાયો : ADCP હરપાલ સિંહે કહ્યું, 'અહીં મજબૂત સુરક્ષા વ્યવસ્થા હતી. સુખબીર સિંહને યોગ્ય સુરક્ષા આપવામાં આવી હતી. નારાયણ સિંહ ચૌરા (હુમલાખોર) ગઈકાલે પણ અહીં હતો. આજે પણ સૌથી પહેલા તેણે ગુરુને પ્રણામ કર્યા હતા. SGPC પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ કહ્યું, 'અમે અમારા સૂત્રો દ્વારા સંપૂર્ણ તપાસ કરીશું. મને લાગે છે કે પોલીસે હુમલાખોરને પકડી લીધો અને પોતાની સાથે લઈ ગયા છે. ગુરુ રામદાસે સુખબીર સિંહ બાદલને બચાવ્યા, અમે સુરક્ષા વ્યવસ્થા ચકાસી રહ્યા છીએ.
#WATCH | ADCP Harpal Singh says, " there were proper security arrangements here...sukhbir ji was properly covered (given cover)...narayan singh chaura (assailant) was here yesterday as well...today too, he first paid obeisance to the guru..."
— ANI (@ANI) December 4, 2024
"no," he says when asked if anyone… https://t.co/aqs7cbNMuC pic.twitter.com/bIoOsvrct8
કોણ છે હુમલાખોર ? સુખબીર સિંહ બાદલ પર હુમલો કરનારનું નામ નારાયણ સિંહ ચૌરા કોણ છે, તે ડેરા બાબા નાનકનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે આરોપી નારાયણસિંહ ચૌડાની ધરપકડ કરી હતી. ADCP હરપાલ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ દલ ખાલસા સાથે સંકળાયેલો છે અને પોલીસને પહેલેથી જ શંકા હતી કે તે આવી ઘટનાને અંજામ આપી શકે છે.
Bullet fired at Golden Temple | The attacker Narain Singh Chaura, who fired at Sukhbir Singh Badal, has been nabbed by the Police. The attack was foiled by the Police. A security cordon was already in place by the Police. Before Chaura could do anything, Police Constable nabbed… pic.twitter.com/nTQZsOmWNX
— ANI (@ANI) December 4, 2024
અકાલી દળના વરિષ્ઠ નેતાનું નિવેદન : પત્રકારો સાથે વાતચીત દરમિયાન અકાલી દળના વરિષ્ઠ નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યું કે, કોઈ કોઈને મારી શકે નહીં. હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે. ડૉ. દલજીત સિંહે કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનને રાજીનામું આપવું જોઈએ. આ ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ.
#WATCH | Punjab: Visuals from Golden Temple in Amritsar where a bullet was fired at SAD leaders, including party chief Sukhbir Singh Badal. pic.twitter.com/FsKOzmvcxt
— ANI (@ANI) December 4, 2024
દલજીતસિંહ ચીમાએ કહ્યું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થાના અંતિમ સંસ્કાર થયા છે. નારાયણ સિંહ ચોડાએ સુખબીર બાદલને ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. સેવાદારે તરત જ તેનો હાથ પકડી લીધો અને હાથ ઊંચો કર્યો, તે દરમિયાન ગોળી હવામાં ગઈ.
#WATCH | Shots fired at Golden Temple | SAD leader Daljit Singh Cheema says, " ...first of all, i would like to thank guru nanak. jako rakhe saaiyan, maar sake na koy. 'sevaks' were offering 'seva' here. sad chief sukhbir singh badal was sitting by the guru ram das dwar as… pic.twitter.com/r7ntTcCA01
— ANI (@ANI) December 4, 2024
માંડ માંડ બચ્યા સુખબીર સિંહ બાદલ : હુમલાના જે વીડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ ધીમે ધીમે સુખબીર સિંહ બાદલ તરફ આવ્યો અને અચાનક પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢે છે, પરંતુ તે સુખબીર સિંહ બાદલ પર ગોળીબાર કરે તે પહેલા જ એક સેવાદારે તેને રોકી લીધો.