વોર્સોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય સત્તાવાર મુલાકાતે બુધવારે વોર્સો પહોંચ્યા હતા. 45 વર્ષમાં પોલેન્ડની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. જ્યારે પીએમ મોદી અહીં પહોંચ્યા ત્યારે એનઆરઆઈએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી પહેલા તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈએ 1979માં વોર્સોની મુલાકાત લીધી હતી.
Deeply touched by the warm welcome from the Indian community in Poland! Their energy embodies the strong ties that bind our nations. pic.twitter.com/mPUlhlsV99
— Narendra Modi (@narendramodi) August 21, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસમાં શું છે પ્લાન? આ દરમિયાન તેઓ પોલેન્ડના પોતાના સમકક્ષ ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન ડુડા સાથે મુલાકાત કરશે. પોલેન્ડની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે. રશિયા-યુક્રેન સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
#WATCH | Prime Minister Narendra Modi lays a wreath at Jam Saheb of Nawanagar Memorial in Warsaw, Poland
— ANI (@ANI) August 21, 2024
The memorial is dedicated to Jam Saheb Digvijaysinhji Ranjitsinhji, a former Maharaja of Nawanagar (now Jamnagar). In 1942, the Maharaja established the Polish Children's… pic.twitter.com/JJnrx1soFQ
મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યુંઃ બંને દેશોની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ બંને વચ્ચેના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ પર પોલેન્ડની મુલાકાતે છે. તેમણે કહ્યું કે પોલેન્ડ મધ્ય યુરોપમાં મુખ્ય આર્થિક ભાગીદાર છે. લોકશાહી અને બહુલવાદ પ્રત્યે અમારી પરસ્પર પ્રતિબદ્ધતા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, હું અમારી ભાગીદારીને વધુ આગળ લઈ જવા માટે મારા મિત્ર વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન ડુડાને મળવા આતુર છું. હું પોલેન્ડમાં રહેતા વાઇબ્રન્ટ ભારતીય સમુદાયના સભ્યોને પણ મળીશ.
#WATCH | Prime Minister Narendra Modi watches a performance by the artists, in Warsaw, Poland
— ANI (@ANI) August 21, 2024
PM Modi is on a two-day official visit to Poland. This is the first visit by an Indian Prime Minister to Poland in the past 45 years. pic.twitter.com/XSnuCJCIgV
ઉષ્માભર્યા સ્વાગતથી અભિભૂત છું...: વોર્સો પહોંચ્યા પછી, પીએમ મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, પોલેન્ડમાં ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું અભિભૂત છું! તેમની ઉર્જા ભારત અને પોલેન્ડને જોડતા મજબૂત સંબંધોનું પ્રતીક છે.
પીએમને આવકારવા ડાન્સ પરફોર્મન્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે કલાકારોએ ડાન્સ કર્યો હતો. પીએમ મોદીએ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને પ્રોત્સાહિત કર્યા અને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો.
#WATCH | Prime Minister Narendra Modi greets members of the Indian diaspora, in Warsaw, Poland
— ANI (@ANI) August 21, 2024
PM Modi is on a two-day official visit to Poland. This is the first visit by an Indian Prime Minister to Poland in the past 45 years. pic.twitter.com/sYBG4FKTaW
વડાપ્રધાન મોદીનો ઓટોગ્રાફ મેળવવા માટે NRI તલપાપડ જોવા મળ્યા હતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોટલમાં NRIsનું અભિવાદન કર્યું અને તેમને ઓટોગ્રાફ આપ્યા. આ દરમિયાન લોકો પીએમ મોદી સાથે હાથ મિલાવવા અને તેમનો ઓટોગ્રાફ લેવા માટે બેતાબ જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ NRIને શુભેચ્છા પાઠવી હતી: વડાપ્રધાન મોદી વોર્સો એરપોર્ટથી સીધા હોટલ ગયા, જ્યાં ભારતીય સમુદાયના લોકો તેમના સ્વાગત માટે પહેલેથી જ મોટી સંખ્યામાં હાજર હતા. પીએમ મોદીએ હાથ મિલાવીને ભારતીય ઇમિગ્રન્ટ્સનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ હોટલમાં બાળકો સાથે હાથ પણ મિલાવ્યો હતો.
#WATCH | Prime Minister Narendra Modi arrives at the hotel in Warsaw, Poland; greets members of the Indian diaspora at the hotel
— ANI (@ANI) August 21, 2024
PM Modi is on a two-day official visit to Poland. This is the first visit by an Indian Prime Minister to Poland in the past 45 years. pic.twitter.com/L3SCh095Sn
પીએમ મોદીના આગમન પહેલા હોટલની બહાર NRI એકઠા થયા હતા: પીએમ મોદી વોર્સોમાં જ્યાં રોકાશે તે હોટલ પર પહોંચતા પહેલા મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ હોટલની બહાર એકઠા થયા હતા. આ પ્રસંગે ભારતીય નાગરિક પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે, "હું ગુજરાતના વડોદરાની છું. અમને ગર્વ છે કે આટલા વર્ષો પછી કોઈ વડાપ્રધાને પોલેન્ડ તરફ ધ્યાન આપ્યું છે અને વડાપ્રધાન મોદી અમારું સાંભળવા અહીં આવી રહ્યા છે."
પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું: પીએમ મોદી જ્યારે વોર્સો પહોંચ્યા તો પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું.
#WATCH | Priyanka Patel, a member of the Indian diaspora in Warsaw says, " i am from vadodara, gujarat. we feel proud that after so many years someone has looked at poland and pm modi is coming here to listen to us..." https://t.co/DBv4V26jmM pic.twitter.com/isToeV0ngx
— ANI (@ANI) August 21, 2024
યુદ્ધ વચ્ચે યુક્રેન વિઝિટઃ વડાપ્રધાન મોદી આ ઉપરાંત પોલેન્ડ સિવાય તે પછી આગામી દિવસોમાં યુક્રેન જવાના છે. તેઓ આગામી 23મી ઓગસ્ટે જ યુક્રેન જવાના છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રશિયાની વિઝિટ પર પણ તેઓ ગયા હતા જ્યાં તેમને સૌથી મોટું સન્માન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આપ જાણો જ છો કે રશિયા અને યુક્રેન વચ્ચેના સંબંધો કેટલા ખાટા થયા છે. તો આવા સંજોગોમાં જ્યાં એક તરફ મોદી રશિયાની મુલાકાત લઈ ચુક્યા છે તે બાદ હવે જ્યારે તેઓ યુક્રેનની પણ મુલાકાતે જવાના છે ત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે તેમની આ મુલાકાત પર સહુ કોઈની નજર છે. યુક્રેનની મુલાકાત દરમિયાન તેઓ કેવી રીતે અને કઈ રણનીતિ અપનાવે છે તેના પર અન્ય દેશોની પણ મીટ મંડાઈ છે. ભારતના વિદેશી સંબંધો આ મુલાકાત પછી કેવા રહેશે તે પણ જોવાનું છે. જોકે યુક્રેન પ્રવાસ દરમિયાનનો તેમના કયા કયા પ્લાનીંગ ચાલી રહ્યા છે તે કોને કોને મળવાના છે તે અંગે હજુ સુધી જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. આગામી સમયમાં તેમના આ પ્રવાસ અંગેની વધુ વિગતો સામે આવશે.