નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર માનહાનિવાળા નિવેદનો આપવા પર કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ પર કાર્યવાહીની માંગ કરી હતી. આ અરજી હિન્દુ સેનાના પ્રમુખ સુરજીત સિંહ યાદવે દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રવનીતસિંહ બિટ્ટુએ 15 સપ્ટેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરેન્સમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.
રવનીતસિંહ બિટ્ટુ સામે અરજી: અરજીમાં રવનીતસિંહ બિટ્ટુના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ' રાહુલ ગાંધી ભારતીય નથી. તેઓએ પોતાનો મોટા ભાગનો સમય દેશની બહાર કાઢ્યો છે. તેઓ દેશને પ્રેમ નથી કરતા. આ જ કારણ છે કે, તેઓ વિદેશમાં જઇને ખોટી રીતે બોલે છે. જે લોકો મોસ્ટ વોન્ટેડ છે જે અલગાવવાદી છે. બોમ્બ બંદૂક અને દારુગોળા બનાવવાના જે નિષ્ણાંત છે તે રાહુલ ગાંધીની પ્રશંસા કરી રહ્યા છે. દેશના દુશ્મન જે વિમાન ટ્રેન અને રસ્તા ઉડાડવા માગે છે તેઓ રાહુલ ગાંધીના સમર્થક છે. એવો કોઇ એવોર્ડ કે ઇનામ હશે જેમાં દેશના નંબર વન આતંકીને પકડવા પર મળતો હશે તો તે રાહુલ ગાંધીની વિરુદ્ધ હશે. કેમ કે તેઓ દેશના સૌથી મોટા દુશ્મન છે.
બિટ્ટુ સામે કાર્યવાહીની માંગણી: અરજીમાં સુરજીતસિંહ યાદવે માંગણી કરી છે કે, રાહુલ ગાંધીની વિરુદ્ધના આ નિવેદનની સામે રવનીતસિંહ બિટ્ટુની સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવે. કેમ કે રાહુલ ગાંધીની વિરુદ્ધ તેમના નિવેદનો અપમાનજનક ખોટા અને બનાવટી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ બિટ્ટુની અપમાનજનક ટિપ્પણીઓ વ્યાપક હિંસા અને અશાંતિને ભડકાવી શકે છે.
જણાવી દઇએ કે, રવનીતસિંહ બિટ્ટુએ રાહુલ ગાંધીની અમેરિકાની યાત્રા દરમિયાન સિખોના સંબંધમાં કરવામાં આવેલી ટીપ્પણીને લઇને કોંગ્રેસ નેતાને નિશાને લીધા હતા. બિટ્ટુએ રાહુલને દેશનો સૌથી મોટો દુશ્મન અને આતંકવાદી કહ્યો હતો.
આ પણ જાણો: