ETV Bharat / bharat

આજે દેશભરમાં NEET PGની પરિક્ષા યોજાઈ, વિદ્યાર્થીઓએ બે તબક્કામાં આપી પરિક્ષા - NEET PG exam - NEET PG EXAM

દેશમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ વર્ષોથી મહેનત કરતા હોય છે. ગત 23 જૂનના રોજ તબીબી ક્ષેત્રે પ્રવેશ મેળવવા માટે યોજાયેલી પરિક્ષામાં પેપર લિંક થયું હોવાની આશંકાએ પરિક્ષા રદ કરવામાં આવી હતી. જે પરિક્ષા આજે એટલે કે 11 ઓગસ્ટ 2024 રવિવારના રોજ યોજવામાં આવી હતી. જાણો સમગ્ર માહિતી..., NEET PG exam

આજે દેશભરમાં NEET PGની પરિક્ષા યોજાઈ
આજે દેશભરમાં NEET PGની પરિક્ષા યોજાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 11, 2024, 8:02 PM IST

હૈદરાબાદ: આજે સમગ્ર દેશમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) PGની પરિક્ષા યોજાઈ હતી. જે નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ અથવા NBEMS દ્વારા લેવામાં આવી હતી. CBT(કોમ્પ્યુટર-આધારિત ટેસ્ટ) મોડમાં એક જ દિવસમાં બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાની પ્રથમ તબક્કાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધીનો હતો, જ્યારે બીજા તબક્કાનો સમય બપોરના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો હતો.

મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે કોમ્યુટર આધારિત પરિક્ષા માટે દેશભરમાંથી 2.36 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં ગુજરાતમાંથી 9000 જેટલા વિદ્યાર્થીઓએ નીટ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેની પરિક્ષા આપી હતી. અગાઉ 23 જૂનના રોજ NEET PG પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મેડિકલમાં પીજીના અભ્યાસમાટે દેશમાં 54,000 અને રાજ્યમાં 2500 જેટલી બેઠકો માટે વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. દેશભરમાં 1000 કરતા પણ વધુ પરિક્ષા કેન્દ્રો પર NEET PGની પરિક્ષા યોજાઈ હતી. દરેક વિદ્યાર્થીનું સિક્યુરિટી ચેકિંગ કર્યા બાદ જ પરિક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

  1. NEET-PG પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, પરીક્ષા મોકૂફ નહીં રખાશે, અરજી ફગાવી - SUPREME COURT NEET PG
  2. પરીક્ષા મોકૂફ રાખવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, દેશભરની નજર સુપ્રીમના ચુકાદા પર - neet pg 2024 examination

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.