ETV Bharat / bharat

NDAની બેઠકમાં PM મોદી ચૂંટાયા નેતા, 7 જૂને સંસદીય દળની બેઠકની શક્યતા - nda leaders meeting

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 7:26 PM IST

દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાને NDA નેતાઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ સહિત લગભગ તમામ ઘટક પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. બેઠકમાં પીએમ મોદીને સર્વસંમતિથી એનડીએના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ નવી સરકારની રચનાને લઈને દિલ્હીમાં રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને બુધવારે NDA નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ મોદીને સર્વસંમતિથી એનડીએના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ પીએમ મોદીની પાસે બેઠેલા જોવા મળ્યા હતા.

જીતનરામ માંઝી સહિત લગભગ તમામ NDA પક્ષોના નેતાઓ પણ હાજર હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. એનડીએ નેતાઓએ બેઠકમાં એક ઠરાવ પસાર કરીને કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની લોક કલ્યાણકારી નીતિઓને કારણે દેશના 140 કરોડ લોકોએ છેલ્લા 10 વર્ષમાં દરેક ક્ષેત્રમાં વિકાસ જોયો છે. લગભગ છ દાયકા બાદ દેશની જનતાએ ગઠબંધનને સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી આપી છે. અમને ગર્વ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સંપૂર્ણ એકતા સાથે ચૂંટણી લડી અને જીતી. આપણે બધા સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને આપણા નેતા તરીકે પસંદ કરીએ છીએ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 7 જૂને NDA સંસદીય દળની બેઠક થશે, જેમાં મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. તે જ દિવસે પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એનડીએની બેઠક પહેલા પીએમ મોદીએ બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને પીએમ પદની સાથે મંત્રી પરિષદનું રાજીનામું સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું રાજીનામું સ્વીકારી લીધું છે. જો કે તેમને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને લોકસભા ચૂંટણી 2024માં સતત ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી મળી છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજા કાર્યકાળ માટે શપથ લઈ શકે છે.

આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે, જે બહુમતીના 272ના આંકડા કરતા ઓછા છે. જયારે એનડીએમાં સમાવિષ્ટ ટીડીપીને 16 બેઠકો, જેડીયુને 12 બેઠકો, શિવસેના (શિંદે જૂથ)ને 7 બેઠકો અને એલજેપી (રામવિલાસ)ને 5 બેઠકો મળી છે.તેથી સરકારની રચનામાં આ પક્ષોની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  1. કઈ સીટ છોડશે રાહુલ ગાંધી? કેરલ કે વાયનાડ, પ્રિયંકા કરી શકે છે એન્ટ્રી - Rahul Gandhi From Wayanad
  2. વડાપ્રધાન મોદીએ આપ્યું રાજીનામું, NDA સતત ત્રીજી વખત સરકાર બનાવશે - PM Modi Oath

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.