મુંબઈ: કુર્લા પશ્ચિમમાં સોમવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. એસજી બર્વે રોડ પર બસે રાહદારીઓ અને વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે.
પોલીસે જણાવ્યું કે, બસે રાહદારીઓ અને અનેક વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. બેસ્ટની બસ અંધેરી તરફ જઈ રહી હતી ત્યારે કુર્લા વેસ્ટમાં અકસ્માત થયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે બસ 100 મીટરના અંતરે 30-40 વાહનો સાથે અથડાઈ અને પછી સોલોમન બિલ્ડિંગના RCC કૉલમ સાથે અથડાઈ. જેના કારણે તેની દિવાલ તૂટી ગઈ હતી.
કહેવાય છે કે કુર્લામાં ડ્રાઈવરે બેસ્ટ બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે અને 4ના મોત થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બસ ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પૂછપરછ ચાલુ છે. ઘાયલોને BMC સંચાલિત ભાભા હોસ્પિટલ અને કુર્લાની સાયન હોસ્પિટલ સહિત નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે એક ઘાયલનું હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મોત થયું હતું.
આ દરમિયાન શિવસેનાના વિધાયક દિલીપ લાંડેએ કહ્યું કે, બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો છે. તેમણે કહ્યું કે વાહન પરનો કાબૂ ગુમાવ્યા બાદ બસ ડ્રાઈવરે ગભરાટમાં એક્સિલરેટર દબાવ્યું અને 30-35 લોકોને ટક્કર મારી. લાંડેએ મીડિયાને કહ્યું, "કુર્લા સ્ટેશનથી નીકળેલી બસની બ્રેક ફેલ થઈ ગઈ. ડ્રાઈવર નર્વસ થઈ ગયો અને બ્રેક દબાવવાને બદલે તેણે એક્સિલરેટર દબાવ્યું. આનાથી બસની સ્પીડ વધુ વધી ગઈ.
આ પણ વાંચો: