ઉત્તરપ્રદેશ : રામ જન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ લવ-કુશ હવે માતા સીતાના મંદિરના નિર્માણ માટે અનોખી રીતે સહયોગ માંગી રહ્યા છે. રામનગરીમાં લવ કુશના વેશમાં બે બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
લવ-કુશની અયોધ્યામાં અરજ : આ બંને બાળકો અયોધ્યામાં રામ મંદિર, હનુમાનગઢી કનક ભવન અને અન્ય મુખ્ય મંદિરની આસપાસ સંગીતના માધ્યમથી માતા સીતાના ભવ્ય મંદિરના નિર્માણમાં સહયોગની માંગ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બાળકો સ્વામી રામભદ્રાચાર્ય અને બાગેશ્વર ધામ પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપી રહ્યા છે. હરિયાણાના કૈથલ પટિયાલા હાઈવે પર સ્થિત ગામમાં માતા સીતાનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે.
માતા સીતાનું મંદિર : લવની વેશભૂષામાં આવેલા લવિશે જણાવ્યું કે, અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. પરંતુ અમારા ગામમાં હજુ સુધી માતા સીતાનું મંદિર બન્યું નથી. મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મંદિર ખાતે પહોંચીને મંદિરનું કામ પૂર્ણ કરે. અમે અયોધ્યાના લોકોને લવના વેશમાં કથા કહી રહ્યા છીએ.
પીએમ મોદીને આમંત્રણ : ઉપરાંત કુશના વેશભૂષામાં દેખાતી તન્વીએ કહ્યું કે, રામજીનું મંદિર તો બની ગયું છે, પણ સીતાજીનું મંદિર બની રહ્યું છે. અમે અયોધ્યા આવીને અયોધ્યાના લોકોને ભગવાન રામ અને માતા સીતાની કથા કહી રહ્યા છીએ. અમે માંગ કરીએ છીએ કે, અહીં બની રહેલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે.